<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

મહાનગરપાલિકાનું ચેકીંગ : બે ટાઉનશીપના પાંચ ફલેટને તાળા

કુવાડવા રોડ, મવડી-કણકોટ રોડ પરની બે આવાસ યોજનામાં ભાડુઆત રહેતા કાર્યવાહી

રાજકોટ,તા.૮ : મ્‍યુનિ. કોર્પોરેશનની આવાસ યોજના વિભાગ દ્વારા કુવાડવા રોડ, મવડી રોડમાં મૂળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડ્‍યે   ઉધમસિંહ આવાસ યોજનામાં ચેકિંગ કરતા ચાર અને શ્રી ક્રિષ્‍ના ટાઉનશીપના એક આવાસ સહીત કુલ-પાંચ  સીલ કરવામાં આવ્‍યા છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા વિવિધ યોજના અંતર્ગત અલગ અલગ સ્‍થળો પર આવાસો બનાવવામાં આવેલ છે.

જે પૈકી   ઉધમસિંહ ટાઉનશીપ - કુવાડવા રોડ તથા   ક્રિષ્‍ના ટાઉનશીપ - મવડી-કણકોટ રોડ પર આવેલ આવાસ યોજનામાં   મહાનગરપાલિકાની આવાસ યોજનાની ફિલ્‍ડટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવેલ.

જે અન્‍વયે મૂળ લાભાર્થીના સ્‍થાને ભાડુઆત રહેતા હોવાનું માલુમ પડેલ હોય તેવા ઉધમસિંહ ટાઉનશીપ - કુવાડવા રોડ પરના ૪ તથા ક્રિષ્‍ના ટાઉનશીપ - મવડી-કણકોટ રોડ ૧ સહિત કુલ પ આવાસો તા.૦૭નાં રોજ   મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

(3:15 PM IST)