તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
આહીર સમાજના યુવાનો માટે પોલીસ ભરતીની પરીક્ષા માટે સ્પેશિયલ બેચના તાલીમ વર્ગ
ક્રિષ્ના ફાઉન્ડેશન ટ્રષ્ટ દ્વારા કરાયુ આયોજનઃ આગામી ૧૭ ફેબ્રુઆરીથી વર્ગોનો પ્રારંભ : એડમિશન ૦૭ ફેબ્રુઆરીથી શરૂ

રાજકોટ, તા.,૮: આહીર સમાજના યુવા ભાઇઓ તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકીર્દી ઘડી શકે અને તેઓ પણ ઉચ્ચ હોદ્દા પર પહોંચે તેવા હેતુથી પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ., પરીક્ષાઓની તૈયારી માટેના તાલીમ વર્ગ ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે આહિર સમાજના ભાઇઓ-બહેનો માટે રાજકોટના ૧૫૦ ફુટ રીંગરોડ પર રામદેવપીર ચોકડી નજીક પરીશ્રમ સ્કુલ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા એડમિશન કાર્ય અને ત્યાર બાદ તાલીમ વર્ગનુ આયોજન કરેલ છે.
આહીર સમાજના યુવાનો માટે પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઇ. ભરતી પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગ માટે તા. ૦૭ ફેબ્રુઆરી, શુક્રવાર થી ૧૫ ફેબ્રુઆરી, શનિવાર સાંજે ૬.૩૦ થી ૮.૦૦ દરમ્યાન વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે. ૧૭ ફેબ્રુઆરી, સોમવારથી તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે,આ વર્ગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવશે.
ક્રિષ્ના ફાઉન્ડેશન વર્ષ ૨૦૧૩ થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૨,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાઇને સેવા આપી રહ્યા છે, વધુ માહિતી માટે મોબાઇલ નં.૯૫૫૮૩૩૭૭૬૨ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
(3:16 PM IST)










