<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

મંગળવારે સ્‍ટેન્‍ડીંગ કમીટી ફેરફાર સાથે બજેટને બહાલી આપશેઃ શાસકો સોમવારે કરશે જાહેરાત

નવા કરવેરા વધવાની શકયતા ઓછી : મેયર બંગલે મનપાના, પક્ષના પદાધિકારીઓ, ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિમાં સંકલન બેઠક મળી

રાજકોટ : મનપાના આગામી વર્ષ ર૦રપ-ર૬ ના બજેટમાં ચૂંટણી વર્ષમાં શાસકો કરવેરામાં વધારો કરવો કે નહીં, આ આવતા સપ્તાહે સ્‍ટેન્‍ડીંગ કમીટી દ્વારા બજેટ રજૂ થયા પુર્વ મળેલ  મેયર બંગલે પક્ષ, મ્‍યુનિ. પદાધિકારીઓ અને અધિકારીઓની સંયુકત સંકલન મિટીંગ મળી હતી. મીંટીંગમાં  સોમવારે શાસકો નવી જાહેરાત કરે તેમ સુત્રોમાંથી જાણવા મળ્‍યું છ.ે ચૂંટણીને એક વર્ષ બાકી રોય બધાને એલર્ટ મોડમાં રહેવા આદેશ. અધિકારીઓને ફટાફટ પ્રોજેકટ પુર્ણ કરવા, બાકી રહેતા કામોના ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવા, ગ્રાંટના કામો તેમજ ધારાસભ્‍યો અને સાંસદોએ સુચવેલા કામો વ્‍હેલી તકે પૂર્ણ કરવા આદેશ. શહેર સંગઠન હોદેદારો અને ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(4:03 PM IST)