તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
મોચીનગરના ઝરીનાબેન પર હનુમાન મઢી પાસે શિવપરામાં રહિમનો હુમલો
બે દિકરીનો પિતા એવો આ શખ્સ યુવાન ઝરીનાબેનની દિકરીની પાછળ પડી ગયો હોઇ તેને ટપારતાં ખાર રાખી ઢીકા-પાટુનો અને ઉંધી છરીથી માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: બજરંગવાડી પાસે મોચીનગર-૪માં રહેતાં ઝરીનાબેન અસલમભાઇ સૈયદ (ઉ.વ.૪૭) સાંજે જુના રહેણાંક વિસ્તાર રૈયા રોડ હનુમાન મઢી પાછળના શિવપરા-૮માંથી નીકળ્યા ત્યારે અહિ રહેતાં રિક્ષાચાલક રહિમ શેખે ઝઘડો કરી ઢીકાપાટુનો બેફામ માર મારી ઉંધી છરીના હાથાથી માર મારતાં આંખની નીચેના ભાગે અને શરીરે ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.
ઝરીનાબેનના કહેવા મુજબ અમે અગાઉ શિવપરામાં રહેતાં હોઇ રહિમ જુનો પડોશી છે. તે બે સંતાનનો પિતા છે અને મોટી ઉમરનો છે. મારી યુવાન દિકરીની પાછળ તે પડી ગયો હોઇ અને હેરાન કરતો હોઇ તેને આ બાબતે ટપાર્યો હતો. તેમજ અગાઉ તેના વિરૂધ્ધ અરજીઓ કરી હતી. આ બાબતનો ખાર રાખી તે હેરાન કરતો હતો. ગઇકાલે બપોરે મારી દિકરીને મારકુટ કરી લીધી હતી અને સાંજે હું શિવપરામાંથી નીકળતાં મને જોઇ જતાં પાછળ આવી હુમલો કર્યો હતો.
(3:52 PM IST)










