<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th February 2025

સૌરાષ્ટ્રમાં પડધરી નજીક ટ્રક સાથે બાઈક અથડાતા ટ્રકમાં આગ ફાટી નીકળી: બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ: ટ્રાફિક જામ

રાજકોટથી જામનગર જતા વાહનોને પડધરી ગામમાં ડાયવર્ટ કરાયા : પોલીસ ઘટના સ્થળે પહોંચી :ક્રિસ્ટલ સ્કૂલ પાસે રોડ પર બનાવ :જુઓ વિડીયો

રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ પડધરી બાયપાસ સર્કલથી આગળ ક્રિસ્ટલ સ્કૂલની નજીક રોડ ઉપર ટ્રક સાથે બાઈક અથડાયા પછી એકાએક  ટ્રકમાં આગ લાગતા ભસ્મિભૂત થઈ ગયેલ છે. બાઈક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ.

પડધરી પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટથી જામનગર જતા તમામ વાહનોને પડધરી ગામમાંથી ડાયવર્ટ કરવામાં આવેલ છે. (મનમોહન બગડાઈ પડધરી અકિલા, સંજય ડાંગર ધ્રોલ અકિલા)

(5:55 PM IST)