<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

બાલાજી હનુમાન મંદિર અને ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી સ્‍વામી અકિલાની શુભેચ્‍છા મુલાકાતેઃ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ બાલાજી હનુમાન મંદિરે દરરોજ હજારો-લાખો શ્રધ્‍ધાળુઓ દર્શનાર્થે આવી રહયા છે. મંદિરના કોઠારી પૂજય વિવેકસાગર સ્‍વામી અને ભુપેન્‍દ્ર રોડ સ્‍વામીનારાયણ મંદિરના કોઠારી સ્‍વામી પૂજય રાધારમણ સ્‍વામી તાજેતરમાં અકિલાની શુભેચ્‍છા મુલાકાતે પધાર્યા હતાં. તેમણે મંદિરની પ્રવૃતિઓ અંગે અને જીર્ણોધ્‍ધાર અંગે વિગતે વાતચીત કરી અને રાજીપો વ્‍યકત કર્યો હતો. અહીં ચાલતા પક્ષીઓ માટેના ચબુતરા અને નિરાધારો માટેના અન્નક્ષેત્રની સુવિધાઓને પુનઃ સ્‍થાપીત કરવા સહીત સંપુર્ણ સહકાર અપાઇ રહયાની અને નવનિર્માણ થઇ રહયા અંગેની વિગતો આપી હર્ષ વ્‍યકત કરેલ.

(10:05 AM IST)