<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

માથાના દુઃખાવાથી કંટાળી ૧૭ વર્ષની સાયના બગડાનો એસિડ પી આપઘાત

સારવાર દરમિયાન મૃત્‍યુઃ મુળ મોટી પાનેલીના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: પુષ્‍કરધામ નજીક કેવલમ્‌ રેસીડેન્‍સી સામે આવેલા આવાસ યોજના ક્‍વાર્ટરમાં બી-૧૫માં રહેતી સાયના લાલજીભાઇ બગડા (ઉ.વ.૧૭)એ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

સાયનાએ ગઇકાલે બપોર બાદ એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સાયના બે બહેન અને એક ભાઇમાં નાની હતી અને ઘરકામ કરતી હતી.

તેણીના માતા રેખાબેને કહ્યું હતું કે દિકરી સાયનાને માથાનો દુઃખાવો સતત રહેતો હોઇ જેથી આ પગલુ ભર્યુ હતું. મારા પતિ ગામડે અમારાથી અલગ રહે છે. હું અને બે દિકરી, દિકરો, પુત્રવધુ એકાદ વર્ષથી રાજકોટ રહીએ છીએ. દિકરીના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:08 AM IST)