News of Monday, 10th February 2025
સંત શિરોમણી રવિદાસ સાહેબની જન્મજયંતિ નિમીતે બુધવારે ભીમ ભજન કાર્યક્રમ

રાજકોટઃ મહાન કવિ અને સંત શિરોમણી રવિદાસ સાહેબની જન્મજયંતિ નિમીતે શ્રી ગૌતમ બુધ્ધ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧રના બુધવારે રાત્રીના ૯ વાગ્યાથી સંતવાણીનો કાર્યક્રમ યોજાયેલ છે. ૧પ૦ ફુટ રીંગ રોડ પાસે ડો.આંબેડકરનગર મેઇન રોડ, જીવણ ભગત ચોક, ડો.બી.આર.આંબેડકર સર્કલ ખાતે તા.૧રના બુધવારે રાત્રીના ૯ વાગ્યાથી આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં બહુજન ભજન સંતવાણી આરાધક ગોવિંદભાઇ વાણવી અને તુષારભાઇ ચુડાસમા જમાવટ કરશે. આયોજનમાં સંસ્થાના રમેશભાઇ મુછડીયા, મો.૯૯૧૩૮ ર૭૦૧ર, ગીરીશભાઇ પરમાર, ધનાભાઇ ગોહેલ, દીલીપભાઇ મકવાણા, સુરેશભાઇ પરમાર, દિનેશભાઇ દવેરા, હરેશભાઇ દવેરા જહેમત ઉઠાવી રહયાં છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:48 PM IST)










