News of Monday, 10th February 2025
રામનાથપરા મંદિરના રીનોવેશન માટે માત્ર ૪-પ કરોડ ફાળવાશે?
ચોમાસામાં મંદિર પરિસરમાં પાણી ફરી વળતા ભાવિકો દર્શનથી વંચિત રહે છે

રાજકોટ તા. ૧૦ :.. શહેરના સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરની આસપાસ ખાસ જોગવાઇ કરી મનપાની કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં માત્ર ૪-પ કરોડના ખર્ચે રીનોવેશનની જોગવાઇ કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
ગ્રામ દેવતા રામનાથ મહાદેવ મંદિર ચોમાસા દરમિયાન પાણીમાં ગરક થઇ જતું હોય ભાવીકોને દર્શન, સેવા-પૂજાનો લાભ મળતો ન હોય અને આસપાસમાં ખુબ જ ગંદકી થતી હોય તે સાફ રહે તે માટે મનપા દ્વારા ખાસ ૪ થી પ કરોડની ફાળવણીની જોગવાઇ કાલની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મૂકવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
(4:59 PM IST)










