News of Monday, 10th February 2025
પ્રજા ઉપરનો ૧પ૦ કરોડનો કરબોજ હળવો થશેઃ વેરા વધારો ફગાવાશે
રાજકોટના વિકાસમાં મ્યુનિ. કમિશનરે સુચવેલ કરવેરા વધારો નહિ વધારવા નિર્ણય : કાલે મનપાની સ્ટેન્ડીંગ કમિટી ૩૧૧ર.૭૯ કરોડના બજેટમાં સામાન્ય ફેરફાર સાથે કદમાં વધારો કરી મંજૂર કરશેઃ ડેમ પરનો ૧પ૦ કરોડનો કરબોજ હળવો કરવા કવાયતઃ આવતા સપ્તાહે જનરલ બોર્ડઃ ૧૧ દરખાસ્તોનો નિર્ણય લેવાશે

રાજકોટ, તા., ૧૦: મનપાનું નવા નાણાકીય વર્ષ ર૦રપ-ર૬નું ૩૧૧ર.૭૯ કરોડનું અંદાજપત્ર તા.૩૧ જાન્યુઆરીના રોજ મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાએ સ્ટેન્ડીંગ કમીટીને સોપ્યું હતું. ચેરમેન જયમીન ઠાકર સહીતના સભ્યોએ વર્ષ ર૦રપ-ર૬નું કાર્પેટના દર અને ગાર્બેજ સહીતની ફીમાં વધારો તથા નવા ફાયર વેરાના આ઼કડા કરવેરા સહીત કુલ ૧પ૦ કરોડનું કરબોજવાળુ સામાન્ય બજેટનો અભ્યાસ પુરો કર્યો છે.
આગામી મનપાની ચુંટણી વર્ષમાં શાસકો નવો કરબોજ મંજુર કરે તેવુ હાલ લાગતુ નથી. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે બીજા અને અંતિમ બજેટમાં શહેરની પ્રજા માટે કંઇ નવુ આપે તેવુ લાગી રહયું છે. કાલે તા. ૧૧ના મંગળવારે સવારે ભાજપ સ઼કલન અને તે બાદ સ્ટે. કમીટીમાં અંદાજપત્ર મંજુર કરવામાં આવનાર છે.
આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મહાનગર પાલીકા કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડીંગ કમીટી કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ છે. જેના એજન્ડા સેક્રેટરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
જેમાં ધી જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ ૯૪ હેઠળ રાજકોટ મહાનગર પાલીકાના સને ર૦ર૧-રર, ર૦રર-ર૩ અને ર૦ર૩-ર૪ના રજુ કરવાના થતા આવક ખર્ચના વાર્ષિક હિસાબોની ગાઇડ લાઇનને અુરૂપ તથા ડીજીટલાઇઝડ ફોર્મમાં જાળવેલા અનુષંગિક રેકર્ડ, દસ્તાવેજો, વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉકત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તથા ઉકત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એકટ ૧૯૪૯ની કલમ-૯પ મુજબ મહાનગર પાલીકાનું નાણાકીય વર્ષ ર૦ર૪-રપનું રિવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ર૦રપ-ર૬નું અંદાજપત્ર મંજુર કરવા.
આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા.
જયારે આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે વાહન કર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે થિયેટર ટેક્ષ નિયત કરવા.
ઉપરાંત આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે મિલ્કત વેરામાં વળતર યોજના અમલી કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે ફાયર ટેકસ (કર) નિયત કરવા સહીતની બાબતનો સમાવેશ થાય છે. (૪.૨૯)
(3:35 PM IST)










