News of Monday, 10th February 2025
વર્ધમાનનગરની ઘરફોડ ચોરીનો ભેદ ખુલ્યોઃ અશોક અને સગીર ઝડપાયા
યુનિવર્સિટી પીઆઇ એચ. અને. પટેલ અને ટીમની કામગીરીઃ હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૦: શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે આવેલા વર્ધમાનનગરમાં બંધ મકાનને નિશાન બનાવી રોકડ, દાગીના, તાંબા પિત્તળના વાસણોની ોચરી કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી ઘંટેશ્વર ૨૫ વારીયામાં ચીથરીયા પીરની દરગાહ પાસે રહેતાં અશોક દેવાભાઇ સોલંકી અને એક સગીરને દબોચી લીધા છે.
ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. વિરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ અને કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જે ઘરમાં ચોરી થઇ છે તેનો મુદ્દામાલ વેંચવા એક સગીર સહિત બે જણા જામનગર રોડ સંજય વાટીકા પાસે આવ્યા છે. તેના આધારે બંનેને પકડી લઇ સોનાના દાગીના રૂા. ૪૦ હજારના, ચાંદીનો ઢાળીયો રૂા. ૬૦ હજારનો અને તાંબા પિત્તળના વાસણો રૂા. ૩ હજારના મળી રૂા. ૧,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, વિજુભા જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ક્રિપાલસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(4:21 PM IST)










