<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

દિલ્‍હીવાસીઓએ વિકાસની રાજનીતિને આવકારેલ

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીમાં બીજેપીના ભવ્‍ય વિજયને આવકારતા પદાધિકારીઓ

રાજકોટ, તા. ૧૦ : દિલ્‍હી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-ર૦રપ માં કુલ ૭૦ વિધાનસભા બેઠકમાંથી ૪૮ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને સ્‍પષ્‍ટ બહુમતિ પ્રાપ્ત થયેલ છે. ભાજપની ભવ્‍ય વિજયને હર્ષભેર આવકારતા અને દિલ્‍હીવાસીઓનો આભાર વ્‍યકત કરી, દિલ્‍હીવાસીઓને તથા વિજેતા થયેલ તમામ ઉમેદવારોને  મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, નેતા શાસક પક્ષ શ્રીમતિ લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ શુભેચ્‍છા પાઠવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિશેષમાં જણાવે છે કે, દિલ્‍હીવાસીઓએ ખોટા વાયદાઓ અને દેખાવો કરનાર, જુઠાણા ફેલાવનાર, મતની ગંદી રાજનીતિ આચરનાર અને ભષ્‍ટ્રાચારના આરોપો ધરાવતી રાજકીય પાર્ટીને જડમૂળથી હટાવી, જાકારો આપેલ છે. દિલ્‍હીવાસીઓએ વિકાસની રાજનીતિને ખરેખર આવકારેલ છે. દિલ્‍હીનો પણ હવે અન્‍ય રાજ્‍યોની માફક સર્વાંગી અને સમતોલ વિકાસ થશે તેમ અંતમાં જણાવેલ છે.

(4:34 PM IST)