<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

કોન્‍ટ્રાકટરને આપઘાત માટે મજબૂર કરનારા પાંચ શખ્‍સોની ધરપકડ

પ્રધ્‍યુમનનગર પોલીસે અન્‍ય છ ની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ વિસ્‍તારમાં રહેતા બાંધકામના  કોન્‍ટ્રાકટરને આપઘાત માટે મજબુર કરનારા પાંચ વ્‍યાજ ખોરોની પ્રનગર પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ કોઠારીયામાં રહેતા અને બાંધકામ કોન્‍ટ્રાકટર અલ્‍પેશભાઇ  કાનજીભાઇ સાકરીયા (ઉ.વ. ૩૪) એ ગત તા. ૨૮ ના રાત્રે રેસકોર્ષ રીંગ રોડ શોૈચાલય પાસે ઝેરી પાવડર પી લેતા તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું બનાવની  જાણ થતા પ્રનગર પોલીસે તપાસ હાથધરી હતી પોલીસની તપાસમાં મૃતક અલ્‍પેશભાઇ કેટલાક દિવસથી આર્થીક સંકળામણમાં હતા અને વ્‍યાજખોરીમાં ફસાઇ ગયા હતા. ધંધા માટે અલગ-અલગ લોકો પાસેથી પૈસા વ્‍યાજે લીધા હતા. જે રકમ મુડી કરતા પણ વધારે ચૂકવી દીધી હોવા છતા વ્‍યાજખોરો ઉઘરાણી કરતા હતા આ બાબતે દસ વ્‍યાજખોરોના નામ સાથેથી એક સ્‍યુસાઇડ નોટ મળી હતી આવતા પોલીસે શખ્‍સો વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. દરમ્‍યાન પી.એસ.આઇ.આઇ.એ.બેલીમ સહિતના સ્‍ટાફે વિપુલ ભગવાનભાઇ રાઠોડ (ઉ.૪૦) (રહે. રામરણુજા સોસાયટી શેરી નં. ૩ કોઠારીયા રોડ) તાહીર કાસમભાઇ માકડા (ઉ.વ. ૪૪) (રહે. બેડીપરા સીતારામ રોડ ભુકાળાની શેરી), પ્રવિણ ખીમજીભાઇ પરમાર  (ઉ.વ. ૬૭) (રહે. રૈયા રોડ અશોક સોસાયટી પ્‍લોટ નં. ૫૦), જીજ્ઞેશ ધીરૂભાઇ ઝીલ્‍કા (ઉ.વ. ૩૯) (રહે. ગાંધીગ્રામ દિપક સોસાયટી શેરી નં. ૫ા અને પંકજ મોહનભાઇ ધોકીયા (ઉ.વ. ૩૫) (રહે. ગોંડલ રોડ આસ્‍થા સોસાયટી )ની ધરપકડ કરી અન્‍ય છ આરોપીઓની શોધખોળ હાથધરી છે.

(4:36 PM IST)