News of Monday, 10th February 2025
મચ્છરજન્ય રોગચાળો શહેરમાંથી ગાયબ! એક પણ કેસ નહીં
ઝાડા, ઉલ્ટી, તાવ, શરદી-ઉધરસના ૧૯૩૭, ટાઇફોઇડના ર તથા કમળાનો ૧ દર્દી નોંધાયા આરોગ્ય શાખા દ્વારા ૮૪૯ ઘરોમાં ફોગીંગનો દાવોઃ મચ્છર ઉત્પતી સબબ ૪૪૮ ને નોટીસ

રાજકોટ તા.૧૦: શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૧૯૩૭ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩ ફેબ્રુઆરી થી તા. ૯ ફેબ્રુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના એક પણ કેસ નથી
છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળાનો એક પણ કેસ નથી નોંધાયો. સીઝનનાં મેલેરીયા અને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ આવતા ફફડાટ વ્યાપી ગયો છે.
શરદી-તાવના ૧૯૩૭ થી
વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૪૯ તેમજ સામાન્ય તાવના ૮૦૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૮૫ કુલ ૧૯૩૭ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૫૭૪૩ તેમજ સામાન્ય તાવના ૪૬૫૨ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૯૩૧ તથા ટાઇફોડનો ૧૩ તેમજ કમળા એક કેસ નોંધાયો છે.
મચ્છર ઉત્પતિ સબબ
૪૪૮ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૭,૬૨૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૮૪૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૧૮ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૪૮ᅠલોકોને નોટીસ પાઠવી હતી.
(4:59 PM IST)










