<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

રાજકોટમાં ગરીબો માટે પ્રાથમીક - માધ્‍યમિકની જેમ હવે ઉચ્‍ચ શિક્ષણ મળવું મુશ્‍કેલ

રાજ્‍ય સરકારે ખાનગી શાળાઓમાં ફી ઘટાડી તો સંચાલકોએ ધમપછાડા કરીને ફરી ફી વધારી

રાજકોટ, તા.૧૦: સૌરાષ્‍ટ્રનું પાટનગર રાજકોટ એક સમયે તેની શૈક્ષણીક સિધ્‍ધી માટે ખૂબ જાણીતુ હતું. સમયાંતરે શિક્ષણ ક્ષેત્રે ખાનગી ધંધાદારી શિક્ષણશાષાીઓના પ્રચંડ આક્રમણીને કારણે નજીવી ફીમાં મળતું શિક્ષણ બંધ થયું. તેમાં ય છેલ્લા બે દાયકામાં તો સરકારી ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષણ સદંતર બંધ થયું છે.

શાળાઓની જેમ હવે ગ્રાન્‍ટેડ - સરકારી કોલેજે પણ બંધ થઈ રહી છે. આજે ધમસાણીયા કોલેજ ક્રમશઃ બંધ કરવાની માંગણી કરી છે.અન્‍ય કેટલાંક નામાંકીત શિક્ષણના ટ્રષ્‍ટી કોલેજ બંધ કરવા વિચારી રહયા છે.

રાજ્‍ય સરકાર દ્વારા ધંધાદારી ખાનગી શૈક્ષણીક સંસ્‍થાઓમાં નિયમોમાં છૂટ તેમજ સરકારી ગ્રાન્‍ટેડ શૈક્ષણીક સંસ્‍થાઓમાં નિયમોની કડકાઈ વર્તાઈ રહી હતી.

રાજકોટમાં હવે સરકારી તેમજ ગ્રાન્‍ટેડ શાળામાં બંધ છે. તો શેરીએ શેરીએ ખાનગી શાળાઓ નિયમો વિરૂધ્‍ધ ધમધમી રહી છે.

શાળાઓની જેમ હવે કોલેજ પણ નજીવી ફીના ધોરણે શિક્ષણ બંધ કરી રહયા છે. રાજકોટમાં હવે ગરીબ બાળકો જેમ પ્રાથમિક - માધ્‍યમિક શિક્ષણ નથી મેળવી શકતા તેવી રીતે હવે કોલેજમાં સ્‍થિતિ ઉદભવી છે. રાજકોટમાં શિક્ષણ મેળવવું હોય તો મોંઘીદાટ ફી જ ભરવી પડે છે.

રાજ્‍ય સરકારે રાજકોટ ફી નિયમન હેઠળ ગેરકાયદે ફી વસૂલતી શાળાઓની ફી ઘટાડી તો રાજકીય આગેવાનો સાથે રાખીને ફરી ફી વધારી છે.

રાજય સરકારે જો ગરીબ બાળકોને શિક્ષિત કરવું હોય તો ખાનગી શાળાઓને કાબુમાં લેવી જોઈએ. અને ગ્રાન્‍ટેડ - સરકારી શાળાઓને પ્રોત્‍સાહન આપવું જોઈએ

(4:59 PM IST)