<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

આજીડેમ ચોકડી પાસે રવિવારી બજાર માંથી ૯ વર્ષની બાળકી લાપતાઃ અપહરણનો ગુનો

બે પૌત્રી દાદા સાથે રવિવારી બજારમાં પ્‍લાસ્‍ટીકની બોટલો વિણવા ગઇ હતીઃ વૃધ્‍ધની આજીડેમ પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા.૧૧: આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારમાં દાદા સાથે પ્‍લાસ્‍ટીકની ખાલી બોટલો વિણવા ગયેલી ૯ વર્ષની બાળકી લાપતા થતાં આજીડેમ પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી નજીક પરીવાર સાથે રહેતી ૯ વર્ષનજી બાળકી બે દિવસ પહેલા તેની મોટી બહેન અને દાદા સાથે રવિવારી બજારમાં પાણીની પ્‍લાસ્‍ટીકની ખાલી બોટલો વિણવા માટે ગઇ હતી.

દાદા અને મોટી બહેન બોટલો વિણતા હતા ત્‍યારે ૯ વર્ષની બાળકી જુદી પડી ગઇ હતી. બાળકી જોવા ન મળતા તેના દાદા અને મોટીબેને તેની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઇ પતો મળ્‍યો ન લાગતા બાળકીના દાદાએ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:49 AM IST)