તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
રાજકોટમાં સવારે વાદળો છવાયા, પવનનું જોર
વાતાવરણમાં પલટો, સવારે ૧પ.૮ ડીગ્રી તાપમાન, ફૂંકાતા ભેજયુકત પવન

રાજકોટઃ રાજયમાં છેલ્લા કેટલા દિવસોથી કયાંક ઠંડી તો કયાંક મિશ્ર હવામાન જોવા મળી રહયું છે. શિયાળો હવે વિદાય તરફ છે ત્યારે આજે રાજકોટ સહિતના કેટલા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારે એકાએક વાદળો છવાઇ ગયા હતા. ભેજ યુકત પવનો ફૂકાતા હતા.
રાજકોટ શહેરમાં સવારે ન્યુનતમ તાપમાન ૧પ.૮ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ ૧૦ કિ.મી. અને ભેજનું પ્રમાણ ૮૯ ટકા નોંધાયેલ, સવારે ૯ વાગ્યા બાદ સૂર્ય નારાયણે દર્શન દીધા હતા.
હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહયો છે. સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થાય છે. જયારે દિવસ દરમ્યાન થોડી ગરમીનો અનુભવ થાય છે. દિવસનું તાપમાન ૩ર ડીગ્રી આસપાસ નોંધાઇ રહયું છે આજે વ્હેલી સવારે ઠંડા પવનનું જોર વધુ જોવા મળ્યુ હતું.
હવામાન શાષાીઓના જણાવ્યા મુજબ હવે આગામી દિવસોમાં ધીમે ધીમે ન્યુનતમ અને મહતમ તાપમાનમાં વધારો થતો જશે. વ્હેલી સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ થશે
(12:24 PM IST)










