તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
સ્વીકારમાં સમાધિ, પ્રતિકારમાં ઉપાધિઃ પૂ. નમ્રમુનિ મ.સા.
પરમધામના પ્રાંગણે રાષ્ટ્રસંત પૂ. પરમ ગુરૂદેવની ૩૪મી દીક્ષા જયંતિએ બે દિવસીય શિબિર એવમ સંયમ અભિવંદના સંપન્ન

રાજકોટ, તા. ૧૧: બધું જ ત્યાગીને દીક્ષા ચાહે લઈ શકાય કે ન લઈ શકાય પરંતુ કોઈપણ પરિસ્થિતિનો પ્રસન્નતાથી સ્વીકાર કરવા સ્વરૂપ સ્વીકારભાવ રાખી શકાયનો બોધ પ્રસારીને પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ૩૪મી દીક્ષા જયંતિનો અવસર ભક્તિભાવથી ઉજવાયો હતો. જેમનું અપ્રતિમ સંતત્વ અનેક હૃદયમાં સંતત્વના સંસ્કાર જાગળત કરી રહ્યું છે એવા પરમ ગુરુદેવની દીક્ષા જયંતિ અવસરે એમને શુભેચ્છા વંદના અર્પણ કરવા અનેક ક્ષેત્રોથી પધારેલાં સેંકડો ભાવિકો માટે વિશેષરૂપે બે દિવસીય ક્રોધ વિજય શિબિર યોજાઇ હતી.
સંયમ જીવનના ૩૪ વર્ષની સાધનાનો અર્થ આપતાં પરમ ગુરુદેવે પ્રેરકબોધ ફરમાવીને કહ્યું હતું કે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાની કેપેસિટી કદાચ બધાંની ન હોઈ શકે પણ દીક્ષા એ જ લઈ શકે જેની દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય. અણગમતી, ન ગમતી કે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે જેનો પ્રતિકારભાવ છે એ દીક્ષિત હોવા છતાં એની દીક્ષા કદી સાર્થક નથી થતી. પરંતુ યોગ્ય કે અયોગ્ય, ગમતી કે ન ગમતી દરેક નાની-નાની વાતમાં જે સ્વીકારભાવ રાખે છે એનો સંયમ ૧૦૦ ટચનો બની જાય છે.
પરમાત્મા કહે છે, સ્વીકારમાં સમાધિ છે, પ્રતિકારમાં ઉપાધિ છે. સ્વીકારમાં સમભાવ છે અને સમભાવ તે ઈચ્છા મુક્તિનો ઉપાય છે. સ્વીકારભાવ તે ક્રોધ અને ગુસ્સા પર વિજય પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ‘જી, હા, ઓકે, થઇ જશે' રૂપી સ્વીકાર ભાવ રાખવાના મહામંત્રથી જીવનને શાંતિ -સમાધિથી સમળદ્ધ બનાવીએ. આત્માનું પરમ કલ્યાણ કરાવી દેનારી પરમ ગુરુદેવની આ બોધધારા સાથે જ પરમધામના પ્રાંગણે એક દિવસીય નિઃશુલ્ક પશુ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર પશુપાલન વિભાગના ઉપક્રમે રિલાયન્સ ફાઉન્ડેશનના અનુદાન તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપ અને ઓલવેઝ એનિમલ કેર સેન્ટર તેમજ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટના સહયોગે આયોજિત આ કેમ્પમાં કેન્સર, વિવિધ રોગોથી પીડાતાં ઘાયલ અને પીડિત એવા ૬૨ જેટલા અબોલ નિઃસહાય પશુઓનું નિઃશુલ્ક ઓપરેશન કરીને એમને દર્દ મુક્તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
(3:03 PM IST)










