તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
મેયર- ડે.મેયર- સ્ટે.ચેરમેનની ગ્રાન્ટની રકમ હવે એકસરખી
સતત બીજા વર્ષે પદાધિકારીઓની ગ્રાન્ટમાં વધારો : પદાધિકારીઓને હવે ૧૮ લાખની ગ્રાન્ટ મળશેઃ વિપક્ષી નેતાની ગ્રાન્ટમાં ર લાખનો વધારો કરાયો

રાજકોટઃ શહેરમાં વિવિધ વિકાસકામોને વધુ વેગ મળે તે હેતુથી મેયર, ડે.મેયર તથા સ્ટે.ચેરમેનની ગ્રાન્ટમાં ૧૦ થી ૧૨ લાખ તથા વિપક્ષી નેતાની ગ્રાન્ટની રકમમાં ર લાખનો વધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે મનપના મુખ્ય ચાર પદાધિકારીઓને વિશેષ ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમમાં મેયરની ગ્રાન્ટ તમામ કરતા થોડી વધારે ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આગામસ નાણાકીફ વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજપત્રમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેનને ફાળવવામાં આવતી ૮ લાખની ગ્રાન્ટની રકમમાં વધારો કરી રૂા.૧૮ લાખ તેમજ વિરોધપક્ષના નેતાને ફાળવવામાં આવતી ૬ લાખની ગ્રાન્ટની રકમમાં વધારો કરી રૂા.૮ લાખ કરવામાં આવી છે.
(3:46 PM IST)










