તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
રેલનગર રાજ રેસીડેન્સીમાં રાજેન્દ્રસિંહ ગોહિલનો ગળાફાંસો ખાઇ આપઘાત
માનસિક અસ્વસ્થતા કારણભુતઃ પરિવારજન ઉપરના માળે ગયા ત્યારે લટકતા મળ્યા

રાજકોટ તા. ૧૧: રેલનગરમાં આવેલી રાજ રેસીડેન્સી બ્લોક નં. ૧૫માં રહેતાં રાજેન્દ્રસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.૫૪)એ સવારે ઉપરના માળે પંખામાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
સવારે રાજેન્દ્રસિંહ મોડે સુધી નીચે ન આવતાં પરિવારજન ઉપર જોવા જતાં તેઓ લટકતાં મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રાજેન્દ્રસિંહને એક બહેન છે. તેમને સંતાનમાં એક પુત્ર અને અકે પુત્રી છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનના કહેવા મુજબ માનસિક અસ્વસ્થતાને કારણે તેમણે આ પગલુ ભરી લીધુ હતું.
(4:33 PM IST)










