<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

સ્‍કાય વોક ૩ સ્‍થળોએ

શહેરમાં ટ્રાફિકની વધુ અવર જવર ધરાવતા જાહેર સ્‍થળોએ તેમજ મુખ્‍ય માર્ગો પર રાહદારીઓને રસ્‍તો ઓળંગવા દરમ્‍યાન અકસ્‍માત થવાનો સતત ભય રહે છે. રાહદારીઓ સહેલાઈથી રસ્‍તો ઓળંગી શકે તે માટે શહેરમાં આવેલા જાહેર સ્‍થળો પૈકી ત્રિકોણબાગ વિસ્‍તાર પાસે, કાલાવડ રોડ-આત્‍મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્‍ના પાર્ક હોટલ-ગોંડલ રોડ ચોકડી પાસે વિ. સ્‍થળોએ રસ્‍તા ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦૬ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.(૯.ર૧)

(3:48 PM IST)