<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

આધારકાર્ડની લાં...બી કતારમાંથી મુકિતઃ દરેક વોર્ડ ઓફિસે થશે કામગીરી

પેડક રોડ ગૌરવ પથ કાલાવડ રોડ પર થીમ બેઝડ ઓકિસજન પાર્ક, મોડર્ન ફુડ કોર્ટ, શિવ મંદિરમાં બિલ્‍વ વૃક્ષોનું વાવેતરઃ વાસ્‍તવિક પ્રજાલક્ષી અંદાજપત્ર મંજુર કરતા જયમીન ઠાકર

રાજકોટ તા. ૧૧: મનપા સ્‍ટેન્‍ડીંગ કમિટી દ્વારા કરાયેલ ૬ કરોડના વધારા તથા પપ.૯ર કરોડના ર૦ નવા વિકાસ કામો સાથેનું બજેટ પારિત કરવામાં આવ્‍યું હતું. બજેટનું કુલ કદ વધીને ૩૧૧૮.૦૭ થયું છે. જેમાં છોર્ડ વાઇઝ આધાર કેન્‍દ્રો, વોર્ડ વાઇઝ, સ્‍પોર્ટસના સાધનોની કીટનું વિતરણ, બિલ્‍વવૃક્ષનું વાવેતર સહિતની યોજતનાઓને મંજુરીની મહોર મારવામાં આવી છે.

આજે સવારે ભાજપ સંકલનની બેઠક બાદ સ્‍ટે.કમીટીની મીટીંગ મળી હતી. જેમાં બજેટ મંજૂર કરાયા બાદ ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓની હાજરીમાં બજેટની વિગતો જાહેર કરવામાં આવી હતી. ચેરમેને જણાવ્‍યું હતું કે કમિ‘રે ૧૫૦ કરોડના કરબોજનો વધારો મહેસુલી ખર્ચને પહોંચી વળવા સૂચવ્‍યો હતો અને ૩૧૧૨.૨૮ કરોડનું બજેટ રજૂ કર્યુ હતું.

સ્‍થાયી સમિતિએ ગહન વિચાર વિમર્શના અંતે શહેરીજનો પર એક પણ રૂપિયાનો નવો કરબોજ સ્‍વીકાર્યો નથી. તેના બદલે કોર્પો.ના મુડી અને મહેસુલી ખર્ચમાં જરૂરી કાપ મુકવા, આવકના નવાસ્ત્રોત ઉભા કરી હયાતસ્ત્રોત મજબુત કરવા નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ કરબોજ વધારવાની તમામ દરખાસ્‍તો નામંજૂર કરાઇ છે.  કુલ કદમાં ૬ કરોડનો વધારો કરીને ૫૫.૯૨ કરોડની નવી ૨૦ યોજના ઉમેરવામાં આવી છે.

ત્રિકોણબાગ, આત્‍મીય યુનિ., ગોંડલ રોડ ચોકડી પાસે ૧૦ કરોડના ખર્ચે સ્‍કાય વોક બનાવવામાં આવશે. પાંચ કરોડના ખર્ચે નવા એન્‍ટ્રી ગેટ, ચાર કરોડના ખર્ચે ઓકસીજન પાર્ક વીથ ફૂડ કોટ, ત્રણ નવી શાક માર્કેટ, બે શાક માર્કેટના રીનોવેશન, સૌ પ્રથમ પશુ દવાખાનુ, કોર્પો.ની શાળાની વિદ્યાર્થીનીઓ માટે સર્વાઇકલ કેન્‍સરની ફ્રી વેકસીન, મેમોગ્રાફી મશીન, વોર્ડ નં.૧૨માં નવો બગીચો, રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગ, ધર્મેન્‍દ્ર રોડ શાક માર્કેટમાં ફ્રુટ માર્કેટ અને હોકર્સ ઝોન, હેરીટેજ રોડનું બ્‍યુટીફીકેશન સામેલ કરવામાં આવ્‍યું છે.

આમ કોર્પોરેશનના ચૂંટણી વર્ષમાં વહીવટી સુધારણા અને અનેકવિધ લોકભોગ્‍ય નવી યોજનાઓનું અમલીકરણ શરૂ કરવામાં આવશે તેવું ચેરમેને જણાવ્‍યું હતું.રસ્‍તા વિકાસ, ડ્રેનેજ અને સ્‍કુલમાં સ્‍પોર્ટસ સુવિધા પણ સામેલ કરવામાં આવી છે.

અન્‍ય મહત્‍વની વાતોમાં વોર્ડવાઇઝ આધાર કેન્‍દ્રો, સ્‍પોર્ટસ સાધનોની કીટનું વિતરણ, યોગ શિબીર, જન્‍મ-મરણના દાખલાની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્‍યે, પદાધિકારીઓની ગ્રાન્‍ટમાં વધારા, પેડક રોડ, ગૌરવપથ, ત્રિદલ યોજના, બિલ્‍વ વળક્ષનું શિવ મંદિરમાં વાવેતરના આયોજન સામેલ કરવામાં આવ્‍યા છે.

શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટેની કરવામાં આવેલ નવી યોજના પર નજર કરીએ

વોર્ડવાઈઝ આધાર કેન્‍દ્રો

સરકારશ્રીના યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા અમલી બનાવેલ ‘આધાર  નોંધણી યોજના હેઠળ નવા આધાર નંબર માટે તેમજ તેમાં સુધારા માટે શહેરમાં મહાનગરપાલિકાના હસ્‍તકની કચેરીઓ, ઉપરાંત પોસ્‍ટ ઓફિસો તથા બેન્‍કો ખાતે જુદાજુદા સ્‍થળોએ ઘણાં આધાર કેન્‍દ્રો કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ ઝોન ખાતેના આધાર કેન્‍દ્રોમાં શહેરના તથા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોના નાગરિકો મોટી સંખ્‍યામાં આવે છે.

શહેરીજનોને લાંબી કતારમાંથી મુક્‍તિ મળે, પોતાના ઘરથી નજીકના સ્‍થળે પોતે આધાર નોંધણી કરાવી શકે તેમજ રાજકોટ શહેરની વધતી વસતિ અને વિસ્‍તારને ધ્‍યાને લઇ, લોકોની સુવિધા માટે વોર્ડવાઇઝ એકએક આધાર નોંધણી કીટ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. જે માટે બજેટમાં ્‌૧૮ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

વોર્ડવાઈઝ સ્‍પોર્ટસના સાધનોની કીટનું વિતરણ

જુદી જુદી રમતો દ્વારા શહેરીજનોની માનસિક તથા શારીરિક ક્ષમતામાં વધારો થાય તેમજ  ફીટ ઇન્‍ડીયા  મુવમેન્‍ટને વેગ મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાઇઝ સ્‍પોર્ટસના સાધનોની કીટનું વિતરણ કરવામાં આવશે. જે માટે બજેટમાં ્‌૩૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

જન્‍મ/મરણ પ્રમાણપત્ર પ્રથમ પાંચ નકલ  વિનામૂલ્‍યે

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે આગામી નાણાંકીય વર્ષથી જન્‍મ/મરણના પ્રમાણપત્રની પ્રથમ ૫(પાંચ) નકલ વિનામૂલ્‍યે આપવામાં આવશે.

પેડક રોડ ગૌરવપથ  બનશે

 શહેરના ઈસ્‍ટ ઝોનમાં આવેલ પેડક રોડને ‘ગૌરવ પથ  તરીકે  વિકસિત કરવામાં આવશે. જે માટે બજેટમાં ્‌૨૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

ત્રિદલ યોજનાબિલ્‍વવૃક્ષ સંવર્ધન

     બિલ્‍વવૃક્ષ ધાર્મિક મહત્‍વ ઉપરાંત આરોગ્‍યપ્રદ, ગ્‍લોબલ વોર્મિંગ ઘટાડવા માટે વૈજ્ઞાનિક રીતે મહત્‍વનું છે. આ વૃક્ષના પાંદડા પવિત્ર છે, તેનું ફળ રોગપ્રતિકારકશક્‍તિ વધારવા, પેટ, હૃદયરોગ, ડાયાબીટીસ વિ. અનેક રોગો મટાડવા માટે ઉપયોગી છે. શહેરીજનોની ભગવાન શિવ પ્રત્‍યેની આસ્‍થાના પ્રતીક સ્‍વરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ શિવ મંદિરોમાં ભગવાન શિવને પ્રિય  બિલ્‍વવૃક્ષ નું વાવેતર વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે.

સ્‍વચ્‍છ અને હરિયાળું રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍વચ્‍છ બનાવવા માટે શહેરના રહેણાક, બિનરહેણાક એકમોમાંથી ઉત્‍પન્ન થતાં ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી, તેને સ્‍વચ્‍છ ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે દૈનિક ૧૦ ટનની ક્ષમતાના વિકેન્‍દ્રીત બાયોગેસ પ્‍લાન્‍ટનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનાથી લેન્‍ડફિલ સાઇટ પર કચરાનું ભારણ ઘટશે, સાથોસાથ શહેર સ્‍વચ્‍છ અને હરિયાળું બનશે.(રૂ.૨૭૦ લાખના ખર્ચે  સ્‍વચ્‍છ ભારત મિશન ૧.૦  હેઠળ)

સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં અટલ સરોવર પરિસરની અંદર રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકની ૪ર દુકાનો મોડર્ન ફુડ કોર્ટ તરીકે ભાડા ભટ્ટે અપાશે.

અંતમાં શ્રી જયમીન ઠાકરે જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્‍થિતિને નજર સમક્ષ રાખી, વાસ્‍તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્‍ટેન્‍ડિંગ કમિટીએ ગહન વિચારવિમર્શ કરી, શહેરીજનોના વિશાળ હિતને ધ્‍યાને રાખી, કમિશનરશ્રીએ સુચવેલ કરબોજમાં વધારા તથા નવા કરબોજની દરખાસ્‍ત સર્વાનુમતે  નામંજુર  કરવા સહિતના જરૂરી નિર્ણયો કર્યા છે. આગામી વર્ષ માટેની શહેરની વિકાસની રૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી મને આશા છે.

દેશના  વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના સફળ નેતૃત્‍વ હેઠળ કંડારવામાં આવેલ વિકાસની કેડી પર શહેરને આગેકદમ માંડવા માટે ગુજરાત રાજયના મૃદુ અને મક્કમ માન. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ  તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્‍વી અધ્‍યક્ષશ્રી સી.આર. પાટીલના સતત માર્ગદર્શન, પ્રેરણા અને નેતૃત્‍વ હેઠળ ગુજરાત સફળતાના શિખર તરફ મક્કમતાપુર્વક આગેકૂચ કરી રહ્યું છે, જેના માટે કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી રાજકોટ મહાનગરપાલિકાને કાયમી સહયોગ મળી રહ્યો છે.

આ પ્રસંગે હું  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી, ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્‍યક્ષ સી.આર. પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી તથા સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઇ બોઘરા, માન.મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, ગુજરાત રાજયના કેબિનેટ મંત્રીશ્રી અને રાજકોટના ધારાસભ્‍ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય  ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા પી. શાહ અને  રમેશભાઈ ટીલાળા તેમજ રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મુકેશભાઈ દોશી, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યશ્રીઓ શ્રીમતી દક્ષાબેન વસાણી, શ્રીમતી ભારતીબેન પરસાણા, શ્રીમતી મંજુબેન કુગશીયા, શ્રી હાર્દિકભાઈ ગોહિલ, શ્રીમતી વર્ષાબેન રાણપરા, શ્રી દેવાંગભાઈ માંકડ, શ્રી નરેન્‍દ્રસિંહ વાઘેલા, શ્રીમતી જયોત્‍સનાબેન ટીલાળા, શ્રી બીપીનભાઈ બેરા, ડૉ. નેહલભાઈ શુક્‍લ, શ્રીમતી રૂચિતાબેન જોષી તેમજ તમામ કોર્પોરેટરશ્રીઓ, ભૂતપૂર્વ પદાધિકારીશ્રીઓ, રાજકોટ મહા નગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ, ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ તેમજ વર્તમાન હોદ્દેદારશ્રીઓ, શહેરની સામાજિક  સેવાકીય સંસ્‍થાઓ, વ્‍યાપારી એસોસિએશન, પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મિડીયાના તમામ પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફર્સ ઉપરાંત શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી, હરહંમેશ રાજકોટ મહાનગરપાલિકા તંત્રની સાથે રહેલ શહેરીજનોના સાથ  સહકાર બદલ તેઓ તમામ પ્રત્‍યે હ્રદયપુર્વક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 માધવરાય સિંધિયા રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્‍ડ કાર્યક્રમો-રાસોત્‍સવ માટે ભાડે અપાશે

રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના રેસકોર્ષ સંકુલમાં આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમને અદ્યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે.  આ સ્‍ટેડિયમમાં રમત-ગમત ટુર્નામેન્‍ટ યોજવા ઉપરાંત લગ્ન સમારંભ, દાંડીયા રાસ, મ્‍યુઝીકલ નાઈટસ સહિતના કોમર્શિયલ હેતુ માટે પણ ભાડે આપવામાં આવશે. (અંદાજિત આવક રૂા.  ૧ કરોડ) થશે. જેની સામે મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ સ્‍ટેડિયમનું રિનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. રૂા. ૪.૮ કરોડના ખર્ચે રિનોવેશન થયા બાદ સ્‍ટેડિય ભાડે અપાશે. અને ભાડાના દર આગામી દિવસોમાં નકકી કરવામાં આવશે. (પ-ર૧)

લોક સુખાકારીમાં સુધારો

* વોર્ડ વાઇઝ આધાર કેન્‍દ્રો

* વોર્ડવાઇઝ સ્‍પોર્ટ સાધનોની કીટ

* પાંચ દિવસીય યોગ શિબીર

* જન્‍મ-મરણ પ્રમાણપત્રની પ્રથમ

   પાંચ નકલ ફ્રી

* પદાધિકારીઓની ગ્રાન્‍ટમાં વધારો

* પેડક રોડ ગૌરવપથ બનશે

* શિવ મંદિરોમાં બિલ્‍વ વૃક્ષનું વાવેતર

* સ્‍વચ્‍છ અને હરિયાળુ રાજકોટ

(3:50 PM IST)