<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાજકોટ શહેર-જીલ્લામાં રાશનકાર્ડ E-KYCની ૪૦ ટકા કામગીરી પૂરી થઇઃ NFSAમાં ૬૯ ટકા કાર્ડ પૂર્ણ કરાયા

કુલ ૩૭ લાખ ૮૧ હજાર કાર્ડમાંથી ૧પ લાખ કાર્ડ કમ્‍પલીટઃ ગાડી ધીમી ગતિએ દોડી રહ્યાની કબૂલાત...

રાજકોટ તા. ૧૧: કેન્‍દ્ર સરકાર દ્વારા તમામ રાજ્‍ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ - કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્‍તુ મળતી બંધ થઈ જશે. રાજકોટના ૩૭ લાખ રેશનકાર્ડ મેમ્‍બર માંથી માત્ર ૧૫ લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. એટલે કે હાલ રાજકોટ જિલ્લામાં માત્ર ૪૦ ટકા જેટલી જ કામગીરી થઇ છે. હજી પણ ૬૦ ટકા જેટલી કેવાયસીની  કામગીરી બાકી છે. આજે પણ ૨૪ લાખથી પણ વધુ રેશનકાર્ડ ધારકો ઇ- કેવાયસી કરવામાં બાકી છે.સૌથી ધીમી કામગીરી રાજકોટ શહેરમાં સૌથી ઝડપી કામગીરી જામકંડોરણામાં ૬૦ ટકા E- KYC કામગીરી પૂર્ણ થઈ છે. ઇ-કેવાયસીની કામગીરી અત્‍યંત ધીમી અને ગોકળગાય ગતિએ ચાલી રહ્યાનું ખૂદ પુરવઠાતંત્ર જ કબૂલી રહ્યું છે.રાજકોટ જિલ્લાના કુલ-૩૭,૮૧,૫૦૧ રેશનકાર્ડ ધારકોમાંથી ૧૫,૧૦,૭૫૧ (૩૯.૯૫%)રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ થયેલ છે. તેમજ હાલ ૨૨,૭૦,૭૫૦ (૬૦.૦૫%) રેશનકાર્ડ ધારકોનું e-KYC બાકી છે. 

 રાજકોટ જિલ્લાના કુલ NFSA -૧૩,૩૮,૧૩૬ રેશનકાર્ડ ધારકોમાંથી ૯,૧૬,૫૫૪ (૬૮.૪૯%) NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ થયેલ છે. તેમજ હાલ ૪,૨૧,૫૮૨ (૩૧.૫૧%)NFSA રેશનકાર્ડ ધારકોનું e-KYC બાકી છે.

(4:33 PM IST)