તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
પ્રેમની અભિવ્યકિત વ્યકત કરતાં કાર્ડનું ચલણ આજે પણ અકબંધ
બ્લુટુથ સાથે સ્નોફોલવાળા ડ્રમ, કપલ શોપીસ, ફલાવર હાર્ટ, મ્યુઝીકલ શોપીસ, મિરર ફોટોફ્રેમ સહિતની ઢગલાબંધ આઇટમોનો ખજાનો જોહર કાર્ડસ, જોહર ગેલેરીમાં છલકાયા

રાજકોટઃ ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે, જોહર કાર્ડસ - જોહર ગેલેરી મા ગિફટ- કાર્ડસ થી નવીન પ્રેમ સોગાદોથી છલકાયા. ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ-ડે મનાવવામાં આવનાર છે, ત્યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ)મા ગીફટ-આર્ટીકલ નવીન પ્રેમ સોગાદોથી છલકાઈ ગયા છે, રાજકોટ સહીત વિશ્વભરમાં લવોત્સવ મનાવાશે. પ્રેમ કરવા માટે કોઇ એક દિવસ જ કાફી નથી પરસ્પર શુભભાવના-શુભકામના અને ખુશીઓનાં તરંગો ફેલાવવા એ જ સાચો પ્રેમ, યુવા હૈયાઓ પરસ્પર ગીફટ, ચોકલેટસ, કાર્ડસના માધ્યમથી પ્રેમ દીવસ મનાવશે, એકબીજાને ચાહે બાળક હોય કે વડીલ દરેક પ્રત્યે શુભભાવના અને શુભકામના રાખી ખુશીઓની તરંગો ફેલાવવી એ જ સાચો પ્રેમ છે અને આ વાતને હજજારો લોકોએ અમલમાં લાવીને અનુભવી છે,
વાત કરીએ રાજકોટની તો રાજકોટ માટે કહેવાય છે કે અહીંનાં લોકો પ્રેમ, પ્રસંગ અને પર્વમય બની જશે. યુવાધન સહીત દરેક લોકો પ્રેમોત્સવને પ્રેમપુર્વક મનાવસે, અઢી અક્ષરનો પ્રેમ શબ્દ દુનિયામાં બે હૈયામાં ઉછળતી સમાન ઊર્મિને ‘પ્રેમ' નું નામ આપવામાં આવે છે. ખાસ કરીને ફેબ્રુઆરી માસના પ્રારંભમાં છે વ્યકત કરવા માટે યુવાનો અલગ અલગ દિવસની ઉજવણી કરે છે, લોકો પોતાને લાઈફ પાર્ટનરને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારની ગિફ્ટ ની ખરીદી કરી રહ્યા છે ત્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથે તેની શરૂઆત કરવા માટે ગિફ્ટ આપી અને પ્રપોઝ કરતા હોય છે. લોકો રોમેન્ટિક અંદાજમાં એકબીજાને પ્રપોઝ કરીને પોતાના પ્રેમને૫
મજબુત કરવા માગતા હોય છે, આ દિવસોમાં લોકો પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપી અને રોમેન્ટિક અંદાજમાં પોતાના પાર્ટનરને લાગણી જતાવે છે, રાજકોટનાં પ્રખ્યાત જોહર કાર્ડ મા વેલેન્ટાઇન ડે નીમીતે ગિફટનો ખજાનો જોવા મળી રહયો છે, પ્રેમ ની અભિવ્યક્તિ વ્યકત કરતા કાર્ડનું ચલણ આજે પણ અકબંધ છે, યુવાધન માટે આ વર્ષે મલ્ટીલાઇટીંગ ગ્લાસ વુડન વાળા ડુમ સંખ્યાબંધ વેરાઇટીઓ છે. નવા બ્લુટૂથ સાથે સ્નોફોલ વાળા ડુમ કપલ શોપીસ આવેલા છે, જેમાં કપલ સ્ટેચ્યુ, ફલાવર, હાર્ટ, લવ લખેલુ છે. કિંગ ક્વીન, મિસ્ટર મિસિસ વાળા કપલ સિરામિક મગ, બેન્ચીંસ પર બેઠેલા કપલ શોપીસ, મ્યુઝીકલ શોપીસ, ફોર પીસ અને ટુ પીસ બંટી બબલી શો પીસ,લાઇટીંગ મ્યુઝીકલ વાળા ઘર આકારનાં કપલ શો પીસ, સાઇકલ સાથેના કપલ શોપીસ, મિરર ફોટો ફ્રેમ, આ સિવાય વેલેન્ટાઈન સ્પેશિયલ ચોકલેટ, પરફ્યુમ, ઘડિયાળ, જવેલરી, કપલ ફિંગર રીંગ અને કીચેન પસંદ કરીને સામે વાળી વ્યક્તીને આપે છે, ડેકોરેશન કરવા માટે હાર્ટવાળા ફોઈલ બલુન, રેડ એન્ડ વાઈટ બલુન લવવાળા બેનર વી.વેલેન્ટાઈન ડેકોરેશન આઇટમ રાખવામાં આવેલ છે. વધુમાં યુસુફભાઈ એ જણાવ્યું કે અમે પર્સનલાઇઝ ગીફટો સંખ્યાબંધ આઈટમોમાં બનાવી આપીએ છીએ વેલેન્ટાઈન સ્પે.કોમ્બો, હેમ્બર ગીફ્ટ, નેઈમવાળા વોલેટ-કીચેઇન પાસપોર્ટ કવર, પીલો, ફોટોફ્રેમ, બોલપેન, લોક ડાયરી, મગ, થતા ગોલ્ડન રોઝ, રેડરોઝ આકર્ષક ગીફટ બોકસમાં આવેલ છે, રેડ હાર્ટ વાળા પરદા, શોફ્ટ ટોઈઝમા જેમાં અલગ અલગ લવના લખાયા પ્રીન્ટેડ કરેલ હોય છે. ટેડીબીયર બે ઇંચથી છ ફુટ સુધીના અલગ અમારે અહીં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ અલગ કલરોમાં આવેલ છે. જયારે જોહર ગેલેરીના જોહર ભાઈ જણાવે છે કે, લવ સ્ટોરી બૂક, જમ્બો કાર્ડસ, મ્યુઝીકલ કાર્ડસ, પાંચ રોમન્ટીક કાર્ડસ, ટેડીબીયર આકારનું કાર્ડસ, સ્વીટહાર્ટ આઈ લવ યુ કાર્ડસ ૧૫૦થી વધુ ડીઝાઈનો સ્પેશ્યલ લવના કાર્ડસ જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીની મુલાકાત લેવા યાદીના અંતમા જણાવાયું છે.
(3:54 PM IST)










