<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

દિનદયાલજીના એકાત્‍મ માનવવાદ અને અંત્‍યોદય ભાવનાને

નરેન્‍દ્રભાઇ સાકાર કરી રહ્યા છેઃ ઉદય કાનગડ દીનદયાલજી ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાનાસ્ત્રોત હતા

 

રાજકોટઃ  ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડે  એકાત્‍મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્‍યાયજીની પુણ્‍યતિથિ નિમિતે શ્રધ્‍ધાસુમન અર્પિત કરતા જણાવેલ કે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજી એક એવા નેતા હતા કે જેણે જીવનભર ઈમાનદારી અને સત્‍યનિષ્ઠાને પ્રાધાન્‍ય આપ્‍યું. તેઓ ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાનાસ્ત્રોત હતા.  સૌમ્‍ય અને સરળ સ્‍વભાવના વ્‍યક્‍તિ હતા. રાજનિતી ઉપરાંત સાહિત્‍યમાં તેની ખૂબ અભિરૂચિ હતી. ૨૫ સપ્‍ટેમ્‍બર, ૧૯૧૬ના રોજ મથુરા જિલ્લાના ‘નગલા ચંદુભાન' ગામમાં જન્‍મેલ પંડિત દીનદયાળ ઉપાઘ્‍યાય માત્ર ૭ વર્ષની વયે જ માતાપિતાના પ્રેમથી વંચિત હતા. તેમના મામા રાધારમણ શુકલે તેમનું પાલનપોષણ કર્યુ હતું,

પંડિતજીએ પિલાની, આગ્રા તથા પ્રયાગમાં શિક્ષણ-ાપ્ત કરી. વિઘાર્થીકાળમાં જ તેઓ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સક્રિય સભ્‍ય બની ગયા હતા. કોલેજ છોડયા પછી તેઓ તરતજ આરએસએસના પ્રચારક બની ગયા અને તેમનો એકાત્‍મવાદ સૌ પ્રથમ ૧૯૬૪માં જનસંઘના ગ્‍વાલિયર અધિવેશનમાં પ્રસ્‍તુત કરવામાં આવ્‍યો અને પછીના વર્ષે ૧૯૬૫માં વિજયવાડા અધિવેશનમાં તેનો સ્‍વીકાર કરવામાં આવ્‍યો. ૧૯૬૭ના કાલિકટ અધિવેશનમાં તેઓને ભારતીય જનસંઘના અધ્‍યક્ષપદે પસંદ કરવામાં આવ્‍યા. અને ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮માં મુગલસરાઈમાં તેમનું નિધન થયુ હતું.

દેશને  ‘એકાત્‍મ માનવવાદ' નો વિચાર એ શ્રીપંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની શ્રેષ્ઠતમ દેન છે. ત્‍યારે અંતમાં ધારાસભ્‍યશ્રી ઉદય કાનગડે જણાવેલ કે પંડિત દિનદયાળ ઉપાઘ્‍યાયજીના માર્ગદર્શન અને નેતળત્‍વ નીચે શરૂ થયેલ ભારતીય જનસંઘની વિચારધારા ‘એકાત્‍મ માનવવાદ' અને ‘અંત્‍યોદયની ભાવના'ને વર્તમાન સમયમાં દેશના સપૂત અને મજબુત નેતળત્‍વ પુરૂ પાડી રહેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ધ્‍વારા ખરા અર્થમાં સાકાર કરવામાં આવી રહી છે

(4:37 PM IST)