News of Tuesday, 11th February 2025
ખોખડદડ પૂલ પાસે વિદેશી દારૂ ભરેલી કારે એલસીબી ઝોન-૧ ટીમે પકડી
ચાલક-માલિકની શોધઃ મનરૂપગીરી, દિવ્યરાજસિંહ, રવિરાજભાઇની બાતમી પરથી પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૧: શહરેમાં દારૂની હેરાફેરી અટકાવવા વધુ એક વખત એલસીબી ઝોન-૧ ટીમે દારૂનો જથ્થો ભરેલી કાર પકડી લીધી છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીરની બાતમી પરથી ખોખડદળ પૂલ પાસે શિવનગર-શિવધારા સોસાયટી-૧ના ખુણા પાસેથી જીજે૩૬એલ-૪૪૭૭ નંબરની સ્વીફટ કાર જપ્ત કરવામાં આવી હતી. જેમાંથી રૂા. ૩૦ હજારના વિદેશી દારૂની મેકડોવેલ્સ, રોયલ ચેલેન્જની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂ, કાર, આઇ ફોન મળી કુલ રૂા. ૨,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કારના ચાલક, માલિકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએઅસાઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી
(4:15 PM IST)










