<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાજકોટથી વેરાવળ-ઉના-દીવ તરફ જતી તમામ એસ.ટી.બસોનું બુકીંગ બંધ?

વોલ્‍વોનું બુકીંગ ચાલુઃ માલેતુજારોને સુવિધા અને આમ જનતાને ઠેંગો આપવાની નીતી સામે એસ.ટી. મૂસાફર હિતરક્ષક સમિતિની રાવ

રાજકોટ, તા.૧૧ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, ગોપાલભાઈ મોરવાડિયા, હિરપરા જયંતીભાઈ, જીગ્નેશભાઈ બોરડની સંયુક્‍ત યાદીમાં  જણાવે છે કે 

ગુજરાત એસ.ટી અને રાજય સરકાર મુસાફરોને આધુનિક ઈન્‍સ્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે સારી સુવિધા આપવા હંમેશા તત્‍પર છે. પરંતુ રાજકોટ ડેપો નો વહીવટ ઘણા સમયથી કથળી ગયો છે અને અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલે છે.  રાજકોટ ડેપો ના એક પછી એક ભ્રષ્ટાચારો, બેદરકારી અને લાપરવાહી પ્રકાશમાં આવી રહી છે વધુ એક ભોપાળુ બહાર આવેલ છે. હાલ રાજકોટ ડેપો પરથી રાજકોટ થી વેરાવળ, ઉના, દીવ તરફ જતી તમામ બસોનું  ઓનલાઈન બુકિંગ અને એડવાન્‍સ બારી પરથી કાઉન્‍ટર બુકિંગ બંધ કરી દેવામાં આવેલ છે જીએસઆરટીસી ની ઓનલાઇન એપ્‍લિકેશનમાં અને કાઉન્‍ટર બુકિંગમાં પણ આ તરફથી તમામ બસોના ઓનલાઇન રિઝર્વેશન ઉપલબ્‍ધ નથી.

 બસ પોર્ટ ના વોલ્‍વો રૂમમાં રાજકોટ થી વેરાવળ, ઉના, દીવ બુકિંગ અંગે  -એસ.ટી હીત રક્ષકની ટીમે પૂછપરછ કરતા જણાવ્‍યું કે એરકન્‍ડિશન વોલ્‍વો બસોમાં અત્‍યારે તો બુકિંગ ચાલુ છે. જો કે એસ.ટી ડેપો અને વોલ્‍વો ડેપો ના ડેપો મેનેજર અલગ અલગ છે. એટલે કે માલેતુજાર મુસાફરો માટે બુકિંગની છૂટ અને એક્‍સપ્રેસ, ગુર્જર નગરી એક્‍સપ્રેસમાં જતા ગરીબ અને મધ્‍યમ વર્ગના મુસાફરો માટે બુકિંગ માટે પાબંદી શા માટે ?

રાજકોટ ઉના, દીવ, વેરાવળ તરફ જતી બસોમાં બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્‍યું છે તેની લેખિતમાં ફરિયાદ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તા. ૧૦ થી ફરિયાદ નંબર ૧૪૩૫૩૭ થી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કયા કારણથી બુકિંગ બંધ કરેલ છે તેની સ્‍પષ્ટતા કરવા જણાવાયું છે.

વોલ્‍વો માં બુકિંગ ચાલુ અન્‍ય એક્‍સપ્રેસ બસો માં બુકિંગ બંધ એક ને ગોળને બીજાને ખોળની નીતિ એસ.ટી ના જવાબદાર તંત્ર વાહકો બંધ કરે તેવી માંગણી એસ.ટી. હિતરક્ષક સમિતિ દ્વારા ઉઠાવવામાં આવી છે.

(4:33 PM IST)