<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

CISFના રાજકોટમાં રપ વર્ષ પૂરા-માહિતી ખાતાની મુલાકાત લેતા-ડે. કમાન્‍ડન્‍ટ અમનદીપ શિરસ્‍વા

આગામી ર માર્ચથી મેરેથોન-સાયકલોથોન-સેમીનાર સહિતના અનેક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૨: સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રીઅલ સિકયુરીટી ફોર્સ (કેન્‍દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ - C.I.S.F.)ના જવાનો દેશના મહત્‍વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણું અને અંતરીક્ષ અનુસંધાન કેન્‍દ્રો, સરકારી ભવનો તથા અન્‍ય સંવેદનશીલ સંસ્‍થાઓની સુરક્ષા અર્થે ૨૪ કલાક ખડેપગે રહે છે. આ ફોર્સના હેડ એવા ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટશ્રી અમનદીપ શિરસ્‍વાએ પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. આ તકે તેમને પુષ્‍પગુચ્‍છ આપીને અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટશ્રી અમનદીપ શિરસ્‍વાએ આગામી તા. ૭ માર્ચના રોજ રાજકોટ ખાતે સી.આઈ.એસ.એફ.ને સફળતાપૂર્વક ૨૫ વર્ષ પૂર્ણ થવા અંગે ચર્ચા કરી જણાવ્‍યું હતું કે, આ દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૨ માર્ચથી મેરેથોન, સાયક્‍લોથોન, નિષ્‍ણાતોના સેમિનાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. સાથેસાથે રીઝર્વ ઇન્‍સપેક્‍ટરશ્રી મહેશસિંઘ કુંવરે C.I.S.F.ની પ્રવળત્તિઓ અંગે વિસ્‍તળત વાતચીત કરી હતી. તેમજ સંયુક્‍ત માહિતી નિયામક મિતેષભાઇ મોડાસીયાએ માહિતી ખાતાની પ્રચાર-પ્રસાર, પ્રકાશન, ફિલ્‍મ-પ્રોડક્‍શન જેવી કામગીરી વિષયક જાણકારી આપી હતી. આ અવસરે સહાયક માહિતી નિયામક સર્વશ્રી સોનલબેન જોશીપુરા, રાધિકાબેન વ્‍યાસ, પ્રિયંકાબેન પરમાર અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(2:54 PM IST)