તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Wednesday, 12th February 2025
રાજકોટ જીલ્લાની પાંચ પાલિકા ચૂંટણીઃ બૂથ દીઠ રપ હજારના ખર્ચની મર્યાદાઃ રાજય ચૂંટણી પંચની સૂચનાઃ ૮૦ લાખની પહેલી ગ્રાંટ માંગતું કલેકટર તંત્ર

આગામી તા. ૧૬ ફેબ્રુઆરીએ રાજકોટ જીલ્લાની પાંચ પાલીકા ઉપલેટા-જસદણ-ભાયાવદર-જેતપુર-ધોરાજીની સામાન્ય ચૂંટણી યોજાશે આ અંગે તંત્ર છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યું છે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થવા માંડયું છેઃ દરમિયાન રાજય ચૂંટણી પંચે એક તાકિદની સૂચના આપી પાલિકા ચૂંટણીમાં બૂથ દીઠ ખર્ચની મર્યાદા રપ હજારની ફાઇનલ કરી છેઃ આ સંદર્ભે પ્રથમ તબકકે ૮૦ લાખની ગ્રાંટ કલેકટર તંત્રે માંગી છેઃ સ્ટાફના પગાર તથા અન્ય ખર્ચ માટે ગ્રાંટ અંગે હવે ડીમાન્ડ કરાશે. (૭.૩૧)
(2:55 PM IST)










