તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
સોની બજારની પ સહિત કુલ રર મિલ્કતો સીલઃ ૧ નળ કપાત
મનપાની વેરા શાખા મિલ્કત વેરા બાકીદારો ઉપર તૂટી પડીઃ ૬૧.ર૬ લાખની વસુલાત

રાજકોટ તા. ૧ર :.. નાણાકીય વર્ષ પુર્ણ થવામાં થોડો જ સમયમાં બાકી હોય મનપાની વેરા શાખા મિલ્કત વેરા બાકીદારો સામે બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રર મિલ્કતોને તાળા મારવામાં આવેલ તથા ૧ નળ કપાત કરવામાં આવ્યો હતો. આજરોજ ૬૧ લાખથી વધુની વસુલાત થઇ હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત ૨૨-મિલક્તોને સીલ મારેલ તથા ૧૬-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૩-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નળ કનેક્શન કપાત કરતાં રીકવરી થયેલ. આજના દિન ની રીકવરી રૂા.૬૧.૨૬ લાખ થયેલ.
વોર્ડ નં-૨ જામનગર રોડ પર આવેલ ‘સરદાર કોમ્પ્લેક્ષ' ફર્સ્ટ ફલોર શોપ નં-૧૦૧ ને સીલ મારેલ, રૈયા રોડ પર આવેલ ‘ધ સિટી સેન્ટર'સિક્સ ફલોર શોપ નં-૬૪૭ ને સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘ભગવતી શોપીગ સેન્ટર એન્ડ શ્રી શિવ શક્તિ' ને સીલ મારેલ, પુનિતનગરમાં ૧-યુનિટને સીલ મારેલ, સુભાષનગરમા ૧-યુનિટને સીલ મારેલ.
વોર્ડ નં-૫ માં સંત કબીર રોડ પર આવેલ ‘યુ.એસ.બીઝનેશ હાઉસ' ને સીલ મારેલ,,કુવાડવા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૧,૧૭૪/-,આર્યા નગરમાં રતનદીપ સોસાયટીમાં ૧-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂ.૪૮,૦૦૦/- નો પીડીસી ચેક આપેલ.
પેડક રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૨૬,૦૦૦/- નો પીડીસી ચેક આપેલ.
જયારે વોર્ડ નં. ૭ માં કોટક શેરી મેઇન રોડ પર આવેલ શેરી નં-૭ માં ૧-યુનિટને સીલ મારેલ, કોટક શેરી મેઇન રોડ પર આવેલ શેરી નં-૨/૩ માં ૧-યુનિટને સીલ મારેલ, સોની બજારમાં આવેલ યોગી ચેમ્બર્સ ફર્સ્ટ ફલોર શોપ નં-૬ ને સીલ મારેલ સોની બજારમાં મેઇન રોડ આવેલ શ્રી રામેશ્વર કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-૧૦૩ને સીલ મારેલ, સોનીબજારમાં આવેલ નવકાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શોપ નં-૨ ને સીલ મારેલ, સોનીબજારમાં આવેલ નવકાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફલોર શોપ નં-૩ ને સીલ મારેલ, સોનીબજારમાં આવેલ નવકાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શોપ નં-૧ને સીલ મારેલ, ક્ડીયાનવી લાઇનમાં ૪-યુનિટને સીલ મારેલ. એમ.જી.રોડ પર આવેલ ‘કેયૂર કોમ્પ્લેક્ષ' સેકન્ડ ફલોર-૨૦૧ ને સીલ મારેલ, કીશનપરામાં આવેલ શેરી નં-૪ માં ૧-યુનિટ ને સીલ મારેલ
વોર્ડ નં-૧૪ મિલપરામાં ૧-યુનિટને સીલ મારેલ.
ઉપરાંત વોર્ડ નં-૧૫માં રામનાથ ઓદ્યોગીક વિસ્તારમાં ૧-યુનિટને સીલ મારેલ, નવા થરોળા વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં ૧-યુનિટને સીલ મારેલ,
આજ રોજ બપોરે ૧ કલાક સુધી ૨૨-મિલક્તોને સીલ મારેલ તથા ૧૬-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૩-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નળ કનેક્શન કપાત કરતાં રીકવરી થયેલ.આજના દિન ની રીકવરી રૂા.૬૧.૨૬ લાખ. ૧ એપ્રિલ થી આજ દિન સુધીની રિકવરી રૂ.૩૫૭.૯૩ કરોડ.
આ કામગીરી નાયબ કમિ. સી.કે.નંદાણી તથા આસી.કમિ‘ર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. (પ-
(3:04 PM IST)










