<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

‘પગભર' દ્વારા યુવતીઓએ ‘કેવા પ્રકારની સ્‍વચ્‍છતા રાખવી' તે અંગે સૌરાષ્‍ટ્ર યુનિ.માં ખાસ કાર્યક્રમ યોજાયો

 

રાજકોટઃ ‘‘પગભર''સંસ્‍થાનો મહિલાઓને સશક્‍તિકરણ અને માસિક સ્‍વચ્‍છતાને પ્રોત્‍સાહન આપવા માટે જાગળતતા કાર્યક્રમ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગમાં યોજવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પમાં ૩૦ થી ૪૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, અને પોતાના પ્રશ્નો અને ચર્ચાઓ દ્વારા માસિક ધર્મ  વિશે વધુ જાણકારી મેળવી  અને પોતાની મૂંઝવણ દુર કરી હતી. આ કેમ્‍પનો મુખ્‍ય ઉદ્દેશ મહિલાઓમાં અને યુવતીઓમાં માસિક દરમ્‍યાન કેવા પ્રકારની સ્‍વચ્‍છતા રાખવી તેનો હતો. આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા અંગેની જાગળતિ વિદ્યાર્થીીની બહેનોને પાવર પોઇન્‍ટ પે્રઝન્‍ટેશન દ્વ્રારા પગભરટીમ ના શ્રદ્ધા દેવ પંડ્‍યા એ આપેલ હતુ.ં આ કેમ્‍પની સફળતા માટે સમાજ કાર્ય વિભાગના ડો. રાજેશભાઈ દવે /અધ્‍યક્ષશ્રી સમાજ કાર્ય ભવન હિરલ રાવલ અને બીના જોશી ના ભરપુર સાથ અને સહકાર ‘‘ટીમ પગભર''  ને મળ્‍યો હતો. આવા જાગળતિ નાં કાર્યક્રમ કરવા અને ‘‘પગભર'' સાથે જોડાવવા માટે ટીમ પગભરનો મો.નં. ૯૯૦૯૪૮૭૮૮૭   ઉપર સંપર્ક કરી શકાય છે.તેમ પગભરની યાદીમાં જણાવાયુ ંછે.

(3:32 PM IST)