તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
૮૦ વર્ષના મણીબેન સખીયાએ અગાસીએ જુની સાડીઓ સળગાવી શરીરે અડાડી
હાથે-પગે-શરીરે દાઝી જતાં સારવારમાં: રાધેશ્યામ સોસાયટીનો બનાવ

રાજકોટ તા. ૧૨: કોઠારીયા રોડ બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્યામ સોસાયટી-૯માં રહેતાં મણીબેન કુરજીભાઇ સખીયા (ઉ.વ.૮૦) નામના વૃધ્ધાએ રાતે સવા બે વાગ્યા આસપાસ અગાસી પર જઇ જુની સાડીઓનો ઢગલો કરી સળગાવ્યા બાદ સળગતી સાડી પોતાના હાથ, પગ, શરીરને અડાડતાં દાઝી જતાં સારવાર માટે દાખલ કરાયા છે.
રાતે એકાએક મણીબેનની ચીસો સંભળતા પરિવારજનોએ જાગીને જોતાં તેઓ રૂમમાં ન હોઇ અગાસીએ તપાસ કરતાં ત્યાં દાઝી ગયેલી હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. તેમને માનસિક તકલીફ હોઇ અને દવા પણ ચાલુ હોઇ કંટાળીને સાડીઓ સળગાવી સળગતી સાડીથી દાઝી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર ખેતી કરી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(3:39 PM IST)










