<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

ગોલ્‍ડન-સિલ્‍વર નંબરો મેળવવા રજીસ્‍ટ્રેશન કરી ઓનલાઈન ઓકશનમા ભાગ લઈ શકાશે

મોટર સાયકલ વાહનો માટે GJ-03-PE સીરીઝનુ ઓક્‍શન તા.૧૭ ફેબ્રુઆરીથી શરૂ

રાજકોટ, તા.૧૨: ફેબ્રુઆરી પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી રાજકોટ દ્વારા મોટર સાયકલ વાહનો માટે GJ-૦૩-PE સીરીઝનું ઓકશન તા.૧૭ ફેબ્રુઆરીથી શરુ થનાર છે.  આ સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્‍ડન-સિલ્‍વર નંબર મેળવવા ઇચ્‍છુકે ઓનલાઈનં http://parivahan.gov.in/fancy પર તેમના વાહનનું રજિસ્‍ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઇ શકશે.

ગોલ્‍ડન-સિલ્‍વર તથા રેગ્‍યુલર નંબર મેળવવા માટે તા. ૧૭/૦૨/૨૦૨૫ ના સાંજે ૪ કલાકથી તા. ૨૩/૨/૨૦૨૫ના સાંજે ૪ કલાક સુધી ઓનલાઈન એપ્‍લીકેશન કરવાની રહેશે. તેમજ તા. ૨૩/૨/૨૦૨૫ના સાંજે ૪ કલાકથી તા. ૨૫/૨/૨૦૨૫ના સાંજે ૪ કલાક સુધી ઓનલાઈન ઓકશન ચાલુ રહેશે. બિડિંગ પ્રક્રિયા પુર્ણ થયા બાદ તા. ૨૫/૨/૨૦૨૫ના રોજ સાંજે ૪:૧૫ કલાકે પરિણામ ઓનલાઈન જાહેર થશે.

રજીસ્‍ટ્રેશન કરાવવા સૌ પ્રથમ parivahan.gov.in પર જઈ ઓનલાઇન સર્વિસ પર કિલક કરવાનું રહેશે. ત્‍યારબાદ fancy number booking પર ક્‍લિક કરી પબ્‍લિક યુઝર પસંદ કરી આઈ. ડી બનાવવાનું રહેશે. ત્‍યારબાદ સી.એન.એ. ફોર્મ ઓનલાઇન અને પસંદગીના નંબરમાં દર્શાવેલી ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે. ફી ભરાયા બાદ હરાજીમાં ભાગ લઈ, હરાજીમાં નંબર મેળવ્‍યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવાની રહેશે. જે બાદ આર.ટી.ઓ.ની અપ્રૂઅલ લઈ નંબર મેળવવાનો રહેશે.

વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજીયાત છે. સમયમર્યાદા બહારની અરજી માન્‍ય ગણવામાં આવશે નહીં. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની યાદીમાં ઉમેરાયું છે.

(4:26 PM IST)