તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
પંચાયત સેવાના કર્મચારીઓની જિલ્લાફેર બદલી માટે તા.ર૦મીથી ઓનલાઇન પ્રક્રિયા
તમામ જિલ્લા પંચાયતોને સરકારનો પત્ર

રાજકોટ, તા., ૧રઃ રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવની સહીથી તમામ જિલ્લા પંચાયતને પંચાયત સેવાના સીધી ભરતીના બિનરાજયપત્રિત (વર્ગ ૩-૪) કર્મચારીઓની જીલ્લા ફેર બદલી પ્રક્રિયા બાબતે સુચના આપવામાં આવી છે.
પત્રમાં જણાવાયું છે કે પંચાયત સેવાના સીધી ભરતીના બિન રાજયપત્રિત કર્મચારીઓની બદલી વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન કરવાનું ઠરાવવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં વિભાગ દ્વારા તા. ર૦-ર-ર૦રપ થી ઓનલાઇન આંતર જિલ્લા ફેર બદલીની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે રોસ્ટર રજીસ્ટર મુજબની વિગતો ઓનલાઇન ફીડ કરવા માટે નીચેની સુચનાઓ માહિતી તૈયાર રાખવી. તા. ર૮-૦ર-ર૦રપ ના રોજની સ્થિતિ ધ્યાને લઇને માહિતી ભરવાની રહેતી હોય, ફેબ્રુઆરી માસમાં સીધી ભરતીના નિવૃત્ત થનાર કર્મચારીઓની જગ્યાને ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે. દિવ્યાંગના સીધી ભરતીના જે સંવર્ગોની જગ્યાઓ માટે માંગણા પત્રક મોકલી આપવામાં આવેલ હોય તેવી જગ્યાઓને ભરેલી જગ્યાઓ તરીકે દર્શાવવાની રહેશે.
હાઇકોર્ટ સુપ્રિમકોર્ટ દ્વારા જે કેસોમાં જગ્યાઓ ખાલી રાખવા હુકમ/ આદેશ કરવામાં આવેલ હોય, તેવી જગ્યાઓને ભરેલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે.
(4:27 PM IST)










