તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
ખેરડી ગામ પાસે રૂા.૧.૧૪ લાખના વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર કબ્જે
પીસીબીના હેડ કોન્સ. કુલદીપસિંહ જાડેજા, કોન્સ. વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણાની બાતમીઃ માજોઠીનગરના દિપક મકવાણાની શોધખોળ

રાજકોટ તા.૧૨: શહેરના ખરેડી ગામ પાસે પી.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૧.૧૪ લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર કબ્જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.
મળતી વિગત મુજબ શહેરના ખરેડી ગામ પાસે વિદેશી દારૂ ભરેલી એક કાર પસાર થવાની હોય તેવી બાતમી પીસીબીના હેડકોન્સ. કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને મળતા સ્ટાફ સાથે ખરેડી ગામ પાસે દરોડો પાડી જીજે.૩.પી.એ.-૬૨૦૧ નંબરની ક્રેટા કારમાં તલાસી લેતા તેમાંથી રૂા.૧.૧૪ લાખની વિદેશી દારૂની ૧૬૮ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર કબ્જે કરી બુટલેગર દિપક વલ્લભભાઇ મકવાણા (રહે.માજોઠીનગર, દુધસાગર રોડ)ની શોધખોળ હાથધરી છે.
આ કામગીરી પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે. હુણ, પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, કોન્સ.યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાઠા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
(4:18 PM IST)










