<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

રાજકોટ CNBC આવાઝ સાથે જોડાયેલ, અવધેશ એજન્સીના માલિક શ્રી ભરતભાઈ બારાઇનું દુઃખદ અવસાન: ગુરુવારે સવારે સ્મશાન યાત્રા

તેઓની અંતિમયાત્રા સવારે 10 વાગ્યે તેઓના નિવાસ્થાન તુલસી , ૨ કલ્યાણ સોસાયટી, ટાગોર રોડ પરથી નીકળી રામનાથપરા મુક્તિધામ જશે :સદગત ભરતભાઈ નું ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે

રાજકોટ : શ્રી ભરતભાઈ મનસુખભાઈ બારાઈ(ઉમર 63)  તે સ્વ મનસુખભાઈ નરોત્તમદાસ બારાઈ ના પુત્ર, અનુપમ ભાઈ નરોતમદાસ બારાઈ ના ભત્રીજા, આલાપ તથા મિલી બારાઈના પિતાશ્રી, તેમજ સુનિલભાઈ બારાઈ તથા સંજયભાઈ બારાઈના મોટાભાઈનું તારીખ 12 ફેબ્રુઆરી 2025 ના અવસાન થયેલ છે. તેઓની અંતિમયાત્રા તેઓના નિવાસ્થાન તુલસી ,૨ કલ્યાણ સોસાયટી, ટાગોર રોડ પરથી તારીખ 13 ફેબ્રુઆરી 2025 ગુરૂવારના સવારે 10:00 વાગે રામનાથ પરા મુક્તિધામ ખાતે નીકળશે.

સદગત ભરતભાઈનું ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે.

(11:35 PM IST)