News of Wednesday, 12th February 2025
રાજકોટમાં પિતા દ્વારા અન્ય આરોપીઓ સાથે મળી કાવતરૂ રચી પોતાના જ દીકરાની હત્યા નીપજાવવાના કેસમાં તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકતી નામદાર સેશન્સ કોર્ટ
આરોપી પીતાએ જીવન વીમો પકાવવા માટે પોતાના જ સગા પુત્રની અન્ય આરોપીઓને સોપારી આપી મૃત્યુ નીપાજાવ્યાનો હતો આરોપ

રાજકોટ : ફરીયાદી સ્મીતાબેન નારણભાઈ વસોયાએ પોતાનો પુત્ર અચાનક ગુમ થઈ ગયેલ હોવાનું માલુમ પડતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી જે તપાસના કામે પોલીસને રાજકોટના રૈયાધારમાં એક યુવકની લાશ મળી આવતા પોલીસે ફરીયાદીને આઈડેન્ટીફીકેશન માટે બોલાવેલ હતા. જે આઈડેન્ટીફીકેશનના આધારે તે લાશ ફરીયાદીના પુત્રની જ હોવાનું ફરીયાદીએ સ્વીકારેલ હતું. જે બાદ ફરીયાદીએ રાજકોટ ગાંધીગ્રામ-ર(યુનીવસીઙ્ઘટી) પોલીસ સ્ટેશનમાં તા.રર/૦૬/ર૦૧૬ ના રોજ આઈ.પી.સી. કલમ-૩૦ર, ર૦૧, ૩૪, ૧ર૦(બી) તથા જી.પી.એકટ કલમ-૧૩પ(૧) મુજબના કલમોની પોતાના પુત્રનું ખુન થયા અંગેની ફરીયાદ અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ નોંધાવેલ હતી.
ફરીયાદીએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરીયાદની હકિકતો મુજબ આ કામના ફરીયાદી સ્મીતાબેન વા/ઓ નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા તેમના પરીવાર સાથે રાજકોટ મુકામે મનહરપ્લોટ શેરી નં.૧૪, ડો.મોઢાની ગોકુલ હોસ્પિટલ સામે 'સ્મિતા ' નામના મકાનમાં રહેતા હતા અને રાજકોટ મ્યુની. કોપોઙ્ઘરેશનમાં બાંધકામ શાખામાં સીનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા તથા ઘરકામ કરતા હતા. જયારે તેણીના પતિ નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા કે જેઓ એ.જી.ઓફિસમાં નોકરી કરતા હતા અને બાદ નિવૃત થયેલ હતા.
ફરીયાદીએ વધુમાં જણાવેલ કે, તેઓને બે સંતાનો હતા જે પૈકી મોટો દિકરો દિપેશ કે જે બનાવ સમયે કુવાડવા રોડ ઉપર આવેલ કૌશીક કોટન કોર્પોરેશન નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો તેમજ નાનો દિકરો પ્રતિક બનાવ સમયે અભ્યાસ કરતો હતો. ફરીયાદીની ફરીયાદ મુજબ તા.ર૧/૦૬/ર૦૧૬ નાં રોજ ફરીયાદીનો દિકરો દિપેશ સવારે નોકરી ઉપર જવા ઘરેથી નીકળતો હતો ત્યારે તે બે જુના જેવા મોબાઈલ ફોન વાપરતો હોય, તે પૈકી નોકીયા કંપનીનો જુના જેવો મોબાઈલ ફોન મળતો ન હોય જેથી ફરીયાદીએ તથા તેમના દીકરાએ ઘરમાં તપાસ કરતા મળી આવેલ નહી એટલે તેમના દીકરા દિપેશે જણાવેલ કે, તે ગઈ કાલે સાંજે માંઈ મંદિરે દર્શન કરવા ગયેલ હતો જેથી કયાંય પડી ગયેલ હશે તેમ જણાવી પોતાની પાસેના મોબાઈલ નંબર ઉપરથી તેના ખોવાઈ ગયેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરતા રીંગ વાગેલ પરંતુ કોઈએ ફોન ઉપાડેલ નહી, જેથી ફરીયાદીનો દિકરો પોતાની નોકરી ઉપર જતો રહેલ અને ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યે જમવા માટે આવેલ ત્યારે ફરીયાદીને જણાવેલ કે, તેમનો ખોવાઈ ગયેલ ફોન જે ભાઈને મળેલ છે તેનો ફોન આવેલ અને બજરંગવાડી પાસેથી ફોન લઈ જવા જણાવેલ હતું.
ફરીયાદની વધુ હકિકતો મુજબ ફરીયાદીના પુત્રએ ફરીયાદીને જણાવેલ હતું કે, જે વ્યકિતને તેઓનો ખોવાય ગયેલ ફોન મળી આવેલ હતો તે પોતે નોકરીના કામ ઉપર હોવાનું કહેતા તે ભાઈએ પોતાને જામનગર જવાનું હોય, સાંજે ફોન કરશે તેવું કહેલાનું જણાવેલ અને ત્યારબાદ તેમનો દીકરો ઘરેથી જમીને કામ પર જવા નીકળેલ અને ત્યારબાદ રાત્રીના સાડા નવેક વાગ્યે ફરીયાદીના દિકરા દિપેશે ફરીયાદીને ફોન કરી જણાવેલ કે, તેમનો ફોન જે ભાઈને મળેલ છે તે ભાઈનો ફોન આવેલાનું અને ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર ગોકુલ મથુરા એપાટઙ્ઘમેન્ટ પાસે બોલાવતા તેઓ ત્યાં ફોન લેવા જતા હોવાનું જણાવેલ.
વધુમાં ફરીયાદની હકિકત જોતા ફરીયાદી એવું જણાવે છે કે, ફરીયાદીએ તેમના દીકરાની દોઢેક કલાક સુધી રાહ જોઈ છતાં ઘરે આવેલ નહી અને તેના મોબાઈલમાં ફોન કરતા તેનો ફોન પણ કવરેજ બહાર આવતો હોય, જેથી ફરીયાદીએ તેના નાના દીકરા તથા પતિના મોબાઈલમાંથી ફોન કરતા કોન્ટેકટ થયેલ નહી અને સવારના ચાર વાગ્યા સુધી રાહ જોવા છતાં તેમનો દીકરો દિપેશ ઘરે આવેલ ન હોય, જેથી ફરીયાદી તથા તેણીના પતિ અને નાનો દીકરો બધા ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર ગોકુલ મથુરા એપાટઙ્ઘમેન્ટ પાસે આવેલા અને આસપાસ તપાસ કરવા છતાં ફરીયાદીનો દીકરો દિપેશ મળી આવેલ નહી જેથી તેઓ તમામ ઘરે ગયેલ અને સવાર સુધી રાહ જોવા છતાં તેમનો દીકરો ઘરે આવેલ ન હોય જેથી તા.રર/૦૬/ર૦૧૬ ના રોજ સવારના ફરીયાદી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાનો પુત્ર ગુમ થયા અંગેની જાણ કરતા એ-ડીવીઝન પોલીસે ફરીયાદીના પુત્રની શોધવા તજવીજ હાથ ધરેલ હતી.
વધુમાં ફરીયાદની હકિકત જોતા ફરીયાદી એવું જણાવે છે કે, તે દરમ્યાન તા.રર/૦૬/ર૦૧૬ ના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોલીસવાળા તેમના ઘરે આવેલ અને વાત કરેલ કે, રૈયાધારમાં એક છોકરાની લાશ પડેલ છે અને લાશ પાસે એક સ્પ્લેન્ડર મોટર સાયકલ પડેલ છે અને મોટર સાયકલના નંબર આધારે તપાસ કરી તેઓ તેમના ઘરે આવેલાનું જણાવતા ફરીયાદીનો દીકરો દિપેશ આ મોટર સાયકલ લઈને ગયેલ હોય, જેથી ફરીયાદી પોલીસ સાથે રૈયાધાર મનહરપુરથી રૈયાધાર જવાના રસ્તે ફરીયાદીના દીકરા દિપેશનું મોટર સાયકલ પડેલ હતું. જે ફરીયાદીએ તેમના દીકરાનું જ મોટર સાયકલ હોવાનું ઓળખી બતાવેલ બાદ ખાડામાં નીચે લાશ પડેલ હતી. જે તેમના દીકરા દિપેશની હતી અને તેને માથામાં ઈજાઓ જોવામાં આવેલ તેમજ ત્યાં નીચે તથા આસપાસ લોહી પડેલ જોવામાં આવેલ અને તે રીતે ફરીયાદીના દિકરા દિપેશને તેનો ખોવાયેલ ફોન આપવાનું કહી કોઈએ ગોકુલ મથુરા એપાટઙ્ઘમેન્ટ પાસે તા.ર૧/૦૬/ર૦૧૬ ના રાત્રીના સાડા નવેક વાગ્યા અરસામાં બોલાવેલ બાદ તા.રર/૦૬/ર૦૧૬ ના સવારના તેની લાશ મળી આવેલ અને તે રીતે ફરીયાદીના દીકરાને કોઈએ કોઈ કારણસર જીવલેણ હથીયારથી માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવેલાના આક્ષેપ સહ તા.રર/૦૬/ર૦૧૬ ના રોજ ફરીયાદીએ ઉપરોકત હકિકતે ફરીયાદ નોંધાવેલ હતી.
ઉપરોક્ત ફરીયાદના આધારે તપાસ દરમ્યાન એવી હકિકત ખુલવા પામેલ હતી કે ફરીયાદીના પતિ નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા ફરીયાદી ઉપર શંકા કરતા અને નારણભાઈ અવાર નવાર કહેતા કે આ દીપેશ મારો દીકરો નથી. તપાસમાં એવી પણ હકિકત ખુલવા પામેલ હતી કે મરણજનાર દીપેશ તથા નારણભાઈને એકબીજા સાથે ભળતું ન હતું તેમજ મરણજનાર દિપેશની દશ લાખ રૂપીયાની એચ.ડી.એફ.સી. લાઈફમાં વીમા પોલીસી હતી અને જે પોલીસી પકાવા અને દશ લાખ રૂપીયા મેળવવા તેમજ મરણજનાર દીપેશ પોતાનો પુત્ર ન હોવાનું માનવાના કારણે તેની સામે રાગદ્વેષ રાખી તેનું મૃત્યુ નીપજાવવા ફરીયાદીના પતિ અને મરણ જનાર દીપેશના પિતા એવા નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા નાઓએ પોતાના જ પુત્રની સોપારી મનસુખભાઈ ઓધવજીભાઈ વાડોલીયા તથા રવિભાઈ છગનભાઈ વાડોલીયાને આપેલ જેના આધારે મનસુખભાઈ તેમજ રવિભાઈએ મરણજનારનું મૃત્યુ નીપજાવેલ હતું.
ઉપરોકત હકિકતો માલુમ પડતા પોલીસે નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા, મનસુખભાઈ ઓધવજીભાઈ વાડોલીયા તેમજ રવિભાઈ છગનભાઈ વાડોલીયા નાઓની મરણજનાર દીપેશનું ખુન કરવાના કેસમાં અટક કરેલ હતા.
ઉપરોક્ત કેસના કામે પોલીસ તપાસ પૂણઙ્ઘ થતા ઉપરોકત આરોપીઓ (૧) મનસુખભાઈ ઓધવજીભાઈ વાડોલીયા, (ર) રવિભાઈ છગનભાઈ વાડોલીયા અને (૩) નારણભાઈ લવજીભાઈ ઉર્ફે લવાભાઈ વસોયા વિરૂઘ્ધ આઈ.પી.સી. કલમ-૩૦ર, ર૦૧, ૩૪, ૧ર૦(બી) તથા જી.પી.એકટ કલમ-૧૩પ(૧) તહોમતનામું ફરમાવવામાં આવેલ હતું.
આ તમામ આરોપીઓ સામેનો કેસ નામદાર સેશન્સ કોર્ટમાં કમીટ થઈ જતા ચાલવા માટે આવી ગયેલ. ટ્રાયલ દરમ્યાન ફરીયાદ પક્ષે કુલ ૪૧ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા તથા કુલ ર૮ સાહેદોને નામદાર કોર્ટ સમક્ષ તપાસેલ હતા. ત્યારબાદ ટ્રાયલ પૂણઙ્ઘ થતા આરોપીઓના વિશેષ જવાબ લેવામાં આવેલ હતા. જે બાદ બંને પક્ષો દ્વારા વિગતવારની દલીલો કરવામાં આવેલ હતી.
બચાવ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, સમગ્ર કેસ સાંયોગીક પુરાવાનો કેસ છે જે સાંયોગીક પુરાવાની કડી પુરવાર કરવામાં ફરીયાદપક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ છે. તે ઉપરાંત એવી પણ દલીલ કરવામાં આવેલ હતી કે સાંયોગીક પુરાવાના કેસમાં તપાસ કરનાર અમલદારની જુબાની ખુબ જ મહત્વ ધરાવે છે. વિશેષમાં દલીલ કરવામાં આવેલ હતી કે, તપાસ કરનાર અમલદારની જુબાની ઘ્યાને લેવામાં આવે તો તપાસ કરનાર અમલદારે કોર્ટ સમક્ષ સ્વીકારેલ છે કે મરણજનાર દીપેશ કૌશીક કોટન કોર્પોરેશનમાં નોકરી કરતો હતો ન્નયાં બનાવના દીવસે રાત્રીના ૯ વાગ્યા સુધી તે નોકરી ઉપર હતો. તપાસ કરનારે તેવું સ્વીકારેલ હતું કે મરણજનાર દીપેશને છેલ્લે એક રામજી નામની વ્યકિત સાથે જોવામાં આવેલ હતા જે રામજીભાઈ કોણ છે તે જાણવાની કે તેવા રામજીભાઈની નીવેદન લેવાની તજવીજ પોલીસે હાથ ધરેલ ન હતી.
વિશેષમાં એવી પણ દલીલ કરવામાં આવેલ હતી કે, તપાસ કરનાર અમલદારે પોતાની જુબાનીમાં સ્વીકારેલ હતું કે હાલના કેસમાં કોઈ નજરે જોનાર સાહેદો નથી તેમજ મરણજનાર દીપેશને કોઈપણ આરોપી સાથે મૃત્યુ પહેલા કોઈએ જોયેલ નથી કે હાલનો બનાવ કઈ જગ્યાએ બનવા પામેલ અને બનાવ સ્થળે કોણ લાશ નાખી ગયું તેનો અંગેનો કોઈ પુરાવો રેકડઙ્ઘ પર આવેલ નથી. જેથી બચાવપક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, તપાસ કરનાર અમલદારની જુબાનીને ઘ્યાને લઈ તેમજ સાંયોગીક પુરાવાની કડી પ્રસ્થાપીત ન થઈ હોવાની હકિકત પણ ઘ્યાને લઈ હાલના ત્રણેય આરોપીઓને નિદોઙ્ઘષ ઠરાવી છોડી મુકવા જોઈએ. ,
ઉપરોકત દલીલો, સાહેદોની જુબાનીઓ તેમજ દસ્તાવેજી પુરાવાઓને સંયુકત રીતે ઘ્યાને લઈ નામદાર કોર્ટ એવા નિષ્કર્ષ પર આવેલ હતી કે ફરિયાદ પક્ષના પુરાવા ઘ્યાને લેતા નિર્વિવાદ રીતે બનાવને નજરે જોનાર કોઈ જ સાહેદો નથી તે સંજોગોમાં ફરીયાદપક્ષનો સમગ્ર કેસ માત્ર સાંયોગીક પુરાવા ઉપર નિર્ભર રહેલ છે અને સાંયોગીક પુરાવાના કેસમાં પુરાવાની એક એક કડી ક્રમબદ્ધ રીતે જોડાઈ તેની એક મજબુત સાંકળ રચાતી હોય તો જ શકદાર તરફ અંગુલી નિર્દેશ કરી શકાય અને જો આવા પુરાવાની સાંકળમાં કોઈ કડી ખુટતી હોય તો શકદારને ગુના સાથે સાંકળી શકાય નહિ. ફરીયાદપક્ષ તરફથી રજુ થયેલ ઉપરોકત તમામ પુરાવાઓ એકી સાથે રાખી તેનું એવીડન્સ એકટની જોગવાઈ અનુસાર વિશ્લેષણ કરવામાં આવે તો હાલના બનાવમાં બનાવ નજરે જોનાર કોઈ સાહેદ ઉપલબ્ધ નથી. તેમજ બનાવ અગાઉ મરણજનારને આરોપીઓ કે તે પૈકી કોઈ આરોપીની સાથે જતા જોયેલ હોય તેવો પણ લેશમાત્ર પુરાવો નથી.ભભ
વધુમાં કોર્ટે જણાવેલ હતું કે, ભભબનાવ અગાઉ આરોપી નં.૩ ને મરણજનાર પોતાનો દીકરો હોવાની શંકા હોય કે આરોપી નં.૩ નાએ પોતાનું મકાન વેંચવા છતા મરણજનાર તેમનો દીકરો વિરોધ કરતો હોય કે આરોપી નં.૩ નાએ આરોપી નં.૧ અને ર સાથે મળી પોતાના દીકરાનું ખુન કરવા કાવતરાના ભાગ રૂપે સોપારી આપેલ હોય અને ત્યારબાદ મરણજનારની પોલીસીમાંથી બાકી રહેતી રકમ આપવાનું નક્કી કરેલ હોય કે ત્રણેય આરોપીઓએ ફોન દ્વારા બોલાવી મરણજનારને અવાવારૂ જગ્યાએ લઈ જઈ આડેધડ માર મારી મોત નીપજાવી લાશને અવાવરૂ જગ્યાએ ખાડામાં ફેંકી દીધેલ હોય કે મરણજનારના મોબાઈલ કોલ રેકોડીઙ્ઘગ પરથી આરોપીઓએ મરનાર સાથે વાત કરેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રેકોર્ડ પર આવતો નથી.
વધુમાં કોર્ટે જણાવેલ હતું કે, ભભએફ.એસ.એલ. તપાસણી તથા સીરોલોજીકલ પઙ્ખથ્થકરણ અહેવાલ ઘ્યાને લેતા હાલના આરોપીઓ પૈકી કોઈ પણ આરોપીના કપડા ઉપર મરણજનારના જુથનું લોહી મળી આવેલ નથી કે લોખંડના પાઈપ પર આરોપી નં.૧ અને આરોપી નં.ર નાઓના ફીંગરપ્રિન્ટ પણ મળી આવેલ નથી. તેથી આ વૈજ્ઞાનીક પુરાવાઓ પણ આરોપીઓ વિરૂદ્ધનો લેશમાત્ર પુરાવો રેકડઙ્ઘ પર આવતો નથી.ભભ
આમ બંને પક્ષોની વિગતવારની દલીલો તેમજ બંને પક્ષો ર્ેારા રજુ કરવામાં આવેલ સવોઙ્ઘચ્ચ ન્યાયાલય તેમજ ઉચ્ચ ન્યાયાલયના વિવિધ ચુકાદાઓને ઘ્યાને લઈને રાજકોટના નામદાર એડી. સેશન્સ જજ શ્રી પી.જે.તમાકુવાલા સાહેબની કોર્ટે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.
આ કામના આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ .ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહીત, વિગેરે રોકાયેલ હતા
(11:21 PM IST)










