તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
૧૫ વર્ષના કિશન વેજીયાનું બેભાન હાલતમાં મોત
માંડા ડુંગર પાસે માધવ વાટીકામાં બનાવઃ છ મહિનાથી બિમાર હતોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: આજડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે માધવ વાટીકામાં રહેતો કિશન હરેશભાઇ વેજીયા (ઉ.વ.૧૫) રાતે સાડા દસેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કિશન બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૭માં અભ્યાસ કરતો હતો. તેના પિતા પ્રાઇવેટ નોકરી કરી છે. કિશનને છએક મહિના પહેલા ડેન્ગ્યુ થઇ ગયો હતો. એ પછી તે સતત બિમાર રહેતો હતો. ગત રાતે અચાનક બેભાન થઇ ગયા બાદ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(4:09 PM IST)










