<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

મંદિરોમાં જ ચોરીઓ કરતાં નવલનગરના મેહુલ ઉર્ફ મામો ઉર્ફ ભુરીને પાસામાં ધકેલાયો

અલગ અલગ ૩૧ ગુનામાં સંડોવણીઃ માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ સિંધી અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૩: શહેરના મવડી પ્‍લોટ વિશ્વેશ્વર મંદિર પાછળ નવલનગર-૯માં ચામુંડા નિવાસ ખાતે રહેતાં રીઢા તસ્‍કરની છાપ ધરાવતાં મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૭)ને પાસા તળે ભુજ જેલમાં ધકેલી દેવાયો છે. આ શખ્‍સ મોટે ભાગે મંદિરોમાં જ ચોરીઓ કરવાની આદત ધરાવે છે. 

મેહુલ ઉર્ફ ભુરી ઉર્ફ મામો વિરૂધ્‍ધ વર્ષ ૨૦૧૫થી આજ સુધીમાં ૩૧ ગુના નોંધાઇ ચુક્‍યા છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ માલવીયાનગર, તાલુકા પોલીસ, ભક્‍તિ નગર પોલીસ, એ-ડિવીઝન, યુનિવર્સિટી પોલીસ, આજીડેમ પોલીસ, ધારી પોલીસમાં ચોરી, લૂંટ, નિર્લજ્જ હુમલો મારામારી સહિતના ૩૧ ગુના નોંધાઇ ચુક્‍યા છે. મોટે ભાગે તે મંદિરોમાં જ ચોરીઓ કરે છે. એક વખત રાજકોટમાં જૈન દેરાસરમાં પુજારી પર હુમલો કરી લૂંટ પણ કરી હતી. માલવીયાનગર પોલીસે જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં દરખાસ્‍ત તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ તે મંજૂર કરી હતી.

પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એ. સિંધી, હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા,  શૈલેષભાઇ ખીહડીયા, અજયભાઇ વિકમા, દિનેશભાઇ બગડા, પીસીબીના  એમ. આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(4:09 PM IST)