<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

રેસકોર્સ ક્રિકેટ સ્‍ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનો નિર્ણય રદ કરોઃ કોંગ્રેસ

સ્‍ટેડીયમ કમિટી દ્વારા મનપાના આગામી બજેટમાં આ મેદાન લગ્ન સમારંભ, ડાંડિયા રાસ, મ્‍યુઝિકલ નાઇટ સહિતના કાર્યક્રમ માટે આપવાના વિચાર બાબતે યોગ્‍ય કરવા અતુલ રાજાણી, વંશરામભાઇ સાગઠિયાની રજૂઆત

રાજકોટ તા.૧૩: મનપાના આગામી બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા મહાનગરપાલિકાને આવક વધારી આત્‍મનિર્ભર બનાવવા માટે રેસકોર્ષનું માધવરાય સિંધીયા ક્રિકેટ સ્‍ટેડિયમ ભાડે આપવાનો વિચાર રદ કરવા મનપાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી છે.આ અંગે કોંગ્રેસે પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં મહાનગરપાલિકા દ્વારા ખર્ચ બોજને પહોંચી વળવા માટે અને ૨૦૨૫-૨૬ ના નાણાકીય વર્ષમાં વધુ આવકનાસ્ત્રોતો ઊભા કરવા માટે મહાનગરપાલિકાને આત્‍મનિર્ભર બનાવવા માટે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્‍ટેડિયમ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવાનું આગામી વર્ષમાં જે વિચારણા કરી છે. તેને રદ કરવી જોઈએ.

વધુમાંશ્રી રાજાણી અને સાગઠીયાએ જણાવ્‍યું છે કે, મહાનગરપાલિકા રાજકોટ રેસકોર્સ સંકુલમાં આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાન અધ્‍યતન બનાવવાનું કામ હાલ ગતિમાં છે તો આ સ્‍ટેડિયમને ક્રિકેટ સિવાય અન્‍ય રમતગમત ટુર્નામેન્‍ટ યોજવા, ઉપરાંત લગ્ન સમારંભ, ડાંડિયારાસ, મ્‍યુઝિકલ નાઇટ સહિતના કોમર્શિયલ હેતુ માટે ભાડે દેવામાં આવી અંદાજે એક કરોડની કમાણી કરવાનું જે આયોજન છે. જેમાં એક કરોડની આવક કરતા જાવક વધારે રહેશે કારણ કે આ ગ્રાઉન્‍ડ એ ફક્‍ત ક્રિકેટના હેતુ માટે બનાવેલ છે ત્‍યારે આ ગ્રાઉન્‍ડમાં અન્‍ય સમારંભો થાય તો ક્રિકેટની પીચ, ક્રિકેટ ગ્રાઉન્‍ડ, પેવેલિયનમાં અને ઊગતા ક્રિકેટરો અને ખેલાડીઓને પણ ગ્રાઉંડમાં મંડપ કે અન્‍ય માચડાઓ ફિટ થાય તો ગ્રાઉંડમાં ખાડાઓના પગલે ખેલાડીઓને ઇજા થવાની શકયતા હોય અને ગ્રાઉંડમાં નુકસાની થાય તેમ હોવાને પગલે આ બાબતે ફરી  નિર્ણય કરી યોગ્‍ય કાર્યવાહી કરવા માંગ કરી છે.(

(3:45 PM IST)