તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
સરધાર ભૂપગઢ રોડ પરથી પીસીબીએ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને દબોચ્યા
પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયાની ટીમની કાર્યવાહીઃ ૫.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે હેડકોન્સ. કરણભાઇ મારૂ અને ગિરીરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૩: સરધાર ભૂપગઢ રોડ પરથી પીસીબીની ટીમે દારૂનો જથ્થો ભરેલી સ્વીફટ કાર સાથે શાપર અને રાજકોટના બે શખ્સને પકડી લઇ રૂા. ૫,૩૧,૯૭૭નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પીસીબીની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કરણભાઇ પી. મારૂ અને ગિરીરાજસિંહ જાડેજાને બાતમી મળતાં સરધાર ભૂપગઢ રોડ પર વોચ રાખી જીજે૦૩એબી-૮૭૭૮ નંબરની સ્વીફટને આંતરી લઇ તલાસી લેતાં અંદરથી રૂા. ૩૧૯૭૭નો ૫૭ બોટલ દારૂ મળતાં તે તથા પાંચ લાખની કાર કબ્જે કરી દૈનિક અરવિંદભાઇ ચોૈહાણ (ઉ.૨૪-રહે. શાપર શાંતિધામ સોસાયટી બ્લોક નં. ૨૨) તથા જય પ્રભાતભાઇ ખાંભરા (ઉ.૨૦-રહે. પંચશીલ સોસાયટી-૧૧, એંસી ફુટ રોડ રાજકોટ)ને પકડી લીધા હતાં. બંને દારૂ ક્યાંથી ભરી લાવ્યા તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, નગીનભાઇ ડાંગર, વિજયભાઇ મેતા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, હિરેનભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી.
(4:08 PM IST)










