તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
તળપદા કોળી જ્ઞાતિની ૩૧ દીકરાઓના શનિવારે સમુહલગ્ન
કરીયાવરમાં ૧૦૦ થી વધુ વસ્તુઓ અપાશે : સંતો - મહંતો, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ :મહારક્તદાન કેમ્પ :શ્રી તળપદા કોળી પટેલ યુવા મંચ દ્વારા આયોજન

રાજકોટઃ તળપદા કોળી પટેલ યુવા મંચ દ્વારા આયોજીત ૩૧ દિકરીઓના સમૂહ લગ્નોત્સવ તેમજ મહા રક્તદાન કેમ્પનું તા.૧૫ને શનિવારના રોજ આજીડેમ ગ્રાઉન્ડ, આજીડેમ ચોકડી પાસે, ભાવનગર હાઇવે રાજકોટ ખાતે આયોજીત કરવામાં આવેલ છે.
આ સમુહ લગ્નોત્સવમાં અંદાજે ૭ હજાર લોકો પ્રસાદ લેશે. સંતો મહંતો આશિર્વાદ આપશે. મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, નીમુબેન બાંભણીયા, રૂત્વીકભાઇ મકવાણા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા વિ.પસ્થિત રહેશે. આ સમુહ લગ્નોત્સવમાં દિકરીઓને કરીયાવર પેટે ૧૦૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે.આયોજનને સફળ બનાવવા નિખીલભાઇ લંડેણીયા, નિલેશભાઇ જમોડ, વિનુભાઇ માલકીયા, મુકેશભાઇ મેર, સુધીરભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, પરસોત્તમભાઇ ભરાડીયા, રણજીતભાઇ મકવાણા, સંજયભાઇ વજકાણા, હિતેષભાઇ કોબીયા, રાવજીભાઇ ચૌહાણ, અનીલભાઇ મકવાણા, જીતેન્દ્રભાઇ પરબતાણી, હરીભાઇ મકવાણા, હકાભાઇ સોરાણી, ભરતભાઇ રાઠોડ, રાહુલભાઇ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(
(3:58 PM IST)










