<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

લોહાનગરમાં ગોડાઉનમાંથી રૂા.૫૪ હજારની બેટરી ચોરાઇ

ગોડાઉનની બારીનો સળીયો તોડી ૬ બેટરી ઉઠાવી ગયોઃ સીસીટીવી ફૂટેજમાં એક શખ્‍સ દેખાયો

રાજકોટ તા.૧૩: લોહાનગરમાં બી.એસ.એન.એલ.એકસ્‍ચેન્‍જ પાસે વીયટેકે પેરીફેલ્‍સ કંપનીના ગોડાઉનને નિશાન બનાવી તસ્‍કરો રૂા.૫૪ હજારની કિંમતની છ બેટરી  ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવા થોરાળા શેરનં ૮માં રહેતા અનીલભાઇ છગનભાઇ ડોડીયા (ઉ.વ.૪૯) એ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નૌધાવી છે. અનીલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું વીયટેક પેરીફેલ્‍સ પ્રા.લી.લીમીટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરુ છું. બે દિવસ પહેલા કંપનીની ઓફિસે હતો. ત્‍યારે લોહાનગરમાં બી.એસ.એન.એલ એક્ષચેન્‍જ પાસે આવેલા કંપનીના ગોડાઉનમાં લોજીસ્‍ટીક ઇન્‍ચાર્જ દિવ્‍યરાજભાઇ ગોંડલીયાનો ફોન આવતા તેને કહેલ કે આપણા ગોડાઉનમાં પડેલા સામાનનો ઓફ વેરીફીકેશન કરતા હતા. ત્‍યારે ૧૬ બેટરીમાંથી ૬ બેટરીઓ ઓછી છે. તેમ વાત કરતા તુરંત જ ગોડાઉને જઇ તપાસ કરતા ગોડાઉનમાં બારીનો સળીયો એક સાઇડથી તુટેલો જોતા મેં કંપનીના આઇ.ટી.રીપલભાઇને બોલાવી મેં ગોડાઉનની પાછળથી દીવાલ  ઠેકીને કોઇક વસ્‍તુ વડે ગોડાઉનની બારીનો સળીયો તોડીને વાળી નાખી હાથ નાખી ત્‍યાં પડેલી બેટરી લેતો દેખાયો હતો. આથી આ શખ્‍સ રૂા.૫૪૫૦૦ની કિંમતની છ બેટરી ચોરી ગયો હોવાનું જાણવા મળતા મેં કંપનીના ડાયરેકટરને જાણ કરતા લોકો ફરિયાદ નોંધાવવાનું કહેતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ.કે.એમ. વડનગરને તપાસ હાથ ધરી છે.

(4:30 PM IST)