તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
રાજકોટના વેપારી અગ્રણી અને પત્રકાર ભરતભાઈ બારાઇની આજે સાંજે પ્રાર્થનાસભા

રાજકોટઃ વેપારી અગ્રણી અને પત્રકારત્વની દુનીયામા એક આગવી ઓળખ ધરાવનાર શ્રી ભરતભાઈ મનસુખભાઈ બારાઈ કે જેઓ ઓખા (દ્વારકા)ના નગરશ્રેષ્ઠી સ્વ. મનસુખભાઈ એન બારાઈના સુપુત્રનુ ગઈકાલ તા. ૧૨.૦૨.૨૦૨૫ ના બુધવારના રોજ રાજકોટ ખાતે દુઃખદ નિધન થયેલ છે. રાજકોટમા ઇલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે ૨ દાયકાથી પણ વધુ જુની તેમની મીડિયા કારકિર્દી દરમિયાન તેમણે અનેક મોટા બેનર સાથે કામ કર્યુ છે જેમા આલ્કા ટીવી ગુજરાતીથી શરૂઆત કરી, ઝી ન્યૂઝ, સ્ટાર ન્યૂઝ, સીએનબીસી ટીવી ૧૮ જેવા મીડીયા હાઉસમા એમણે રીપોર્ટીંગના માધ્યમ થી ચાહના મેળવી સમાજને સ્પર્શતા દરેક મુદ્દાઓ પર તેઓનુ રીપોર્ટીંગ એક આદર્શ પત્રકારત્વની છાપ છોડી જતુ. નીડરતા, ધૈર્ય, સમજણ, દુરંદેશીપણુ, યોગ્ય માહીતી અને મુદ્દાઓની ખરાઇ થકી તેઓ હમેશા જર્નાલિઝમના એથીસને વરીને રહ્યા. એટલુજ નહિ એમના હાથ નીચે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના ઘણા ધુરંધરો તૈયાર થયા. વાણિજ્યિક મુદ્દાઓ પર તેમનુ એનાલીસીસ ચેનલો માટે ખૂબ મહત્વપૂર્ણ રહેતુ. રાજકોટ ઓટોમોબાઈલ ડીલર એસોસિયેશન (RADA), તેમજ ફેડરેશન ઓફ ગુજરાત ઓટોમોબાઈલ ડીલર એસોસિએશન (FADA)ના સક્રિય સભ્ય તરીકે પણ તેઓ સેવા આપતા રહ્યા. આ ઉપરાંત પોતાના પીતા સ્વ. મનસુખભાઈ બારાઇના નકસેકદમ પર સ્વ. ભરતભાઈ પણ સમાજસેવાના કામોમા રુચી લેતા. શ્રી જલારામ મંદિર, આરંભડા (મીઠાપુર)ના નિર્માણ અને સંચાલનમા તેઓ સક્રિય હતા. સ્વ ભરતભાઇની પ્રાર્થનાસભા તા. ૧૪.૦૨.૨૦૨૫ (શુક્રવાર) ના સાંજે ૪ થી ૬ દરમિયાન જનકલ્યાણ હોલ કોમ્યુનિટી હોલ, એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાતે રાખવામા આવેલ છે.(૩૬-૩)
(3:58 PM IST)










