<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

આત્‍મીય યુનિવર્સિટી દ્વારા ઇન્‍ડસ્‍ટ્રીય ક્ષેત્રે ઔદ્યોગિક-શૈક્ષણિક વર્કશોપ

 

રાજકોટ : ઔદ્યોગિક ક્ષેત્રે સતત તકનિકી નવીનતા પ્રત્‍યે વિદ્યાર્થીઓને વધુમાં વધુ  પ્રોત્‍સાહન  પ્રાપ્ત થતુ રહે તેમજ તેઓ ઔદ્યોગિક સુરક્ષા,  કાર્યસ્‍થળ પદ્ધતિશાષા તેમજ યુ.એન.સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સને પહોચી વળવા માટે આત્‍મીય યુનિવર્સિટી દ્વારા ઇન્‍ડસ્‍ટ્રીય ક્ષેત્રે રાજ્‍ય સ્‍તરીય ઔદ્યોગિક- શૈક્ષણિક વર્કશોપ નું આયોજન થયું.  જેમાં આત્‍મીય યુનિવર્સિટી રાજકોટ, શુગર્સ લિમિટેડ, મોનો સ્‍ટીલ ઇન્‍ડિયા લિ., જય ભારત કોર્પોરેશન અને નવકાર ઇસપાત લિ. (કચ્‍છ) એમ જુદી-જુદી ઇન્‍ડસ્‍ટ્રીયઝ દ્વારા રાજ્‍ય સ્‍તરીય ઔદ્યોગિક- શૈક્ષણિક વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં મહંતેશ મુગલીજી (વરિષ્‍ઠ ઉપ પ્રમુખ-રેણુકા સુગર), સુરેશ શ્રીનિવાસનજી (એ. જી. એમ. ટેકનિકલ), અરવિંદર કલસીજી (ઉપપ્રમુખ ટેકનિકલ - જય ભારત કોર્પોરેસન), લાલજીભાઇ કટારીયાજી (વરિષ્ઠ વૈજ્ઞાનિક ઓફીસર -ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ- જી.પી.સી.બી. ગાંધીધામ), મેઘજીભાઈ પરમાર (એચ. આર.-હેડ), સંજય વર્મા (કયું. સી.-હેડ), અંકુર પાલ (સેફટી ઓફિસર), હિતેશ ચંદ્રાજી (એન્‍વાયરોમેન્‍ટ મેનેજર -મોનો સ્‍ટીલ), રણજીત સામલજી (પ્રોડક્‍શન મેનેજર-નવકાર),નીલેશ  (લેબ ઈન્‍ચાર્જ-નવકાર) તથા કંપની ના અન્‍ય કર્મચારીઓએ હાજર રહીને વર્કશોપની  શોભા વધારી હતી. વર્કશોપમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેમેસ્‍ટ્રીના ડિપાર્ટમેન્‍ટનાં  ૨૨ જેટલા વિદ્યાર્થીઓ તથા ડૉ. પ્રશાંત ગજેરા (આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર - આત્‍મીય યુનિવર્સિટી રાજકોટ) એ ઉદ્યોગસુરક્ષા, કાર્યસ્‍થળની કાર્યપ્રણાલીઓ અને સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ વિશે તેમના વિચારો સાથેના દૃષ્ટિકોણો તેમજ  પોસ્‍ટરો રજૂ કર્યા હતા

(2:38 PM IST)