<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

રાજકોટમાં વાયુ પ્રદુષણ કંગાળ સ્‍તરે

રસ્‍તા ઉપરના કુડા કચરા અને વાહનોના બેફામ ઉપયોગથી યજ્ઞ પદ્ધતિ અને વધુ વૃક્ષારોપણથી જ બચી શકીશું

વાયુ પ્રદુષણ ની વાત આવે એટલે આપણને દિલ્‍હી શહેર જ મગજમાં આવે પરંતુ રાજકોટ પણ કંઈ કમ નથી. સામાન્‍ય રીતે આપણે મોજ મજા અને સ્‍વચ્‍છંદતાના  પર્યાય બની ગયેલા રાજકોટને  રંગીલુ  કહેવામાં ગૌરવ અનુભવીએ છીએ પરંતુ ગુગલ  પર જઈને રાજકોટની સત્તાવાર સાઇટ પર જોઈએ તો રાજકોટની વાયુ પ્રદૂષણની ગુણવત્તા જેને એર ક્‍વોલીટી ઇન્‍ડેક્‍સ કહેવામાં આવે છે તે ૧૪૬ જોવા મળે છે .આ ૧૨  તારીખના ૧૨:૦૦  વાગ્‍યાની સ્‍થિતિ છે. આ ‘‘પુઅર'' એટલે કે કંગાળની વ્‍યાખ્‍યામાં મૂકવામાં આવ્‍યો છે .શહેરમાં જુદા જુદા સ્‍થળોની સ્‍થિતિ જોઈએ તો ડીલક્ષ ચોકમાં ૯૭, આરએમસી ઇસ્‍ટ ઝોનમાં ૬૯, રેસકોર્સમાં ૪૫, કોઠારીયામાં ૩૫ અને મહિલા કોલેજ વિસ્‍તારમાં ૭૦ નો દર્શાવે છે જે શહેરની અંદરના વિસ્‍તારમાં સરેરાશ લોકોને માટે સહ્ય છે પરંતુ સંવેદનાત્‍મક સ્‍થિતિના લોકોને માટે મુંજવણભર્યો ગણી શકાય.

વાસ્‍તવિકતા શું છે?

ંંંઆમ તો વાયુ પ્રદુષણ માટે ઘરગથ્‍થુ કુડો- કચરો તેમજ પેટ્રોલ ડીઝલનો ધુમાડો, કારખાનાઓ તથા માનવસર્જિત દુર્ગંધ જવાબદાર છે. શહેરમાં શેરી ગલીઓ અને જાહેર રસ્‍તાની સફાઈ તો સારી રીતે થઈ રહી છે પરંતુ કેટલાક બહારના વિસ્‍તારોના રસ્‍તાઓ પર પ્‍લાસ્‍ટિકની કોથળીઓ અને કચરાથી અસહ્ય થઈ પડ્‍યા છે. આ કચરાની સફાઈ સમયે સમયે કરવી જોઈએ. બીજી તરફ આજે દ્યેર દ્યેર બે થી ત્રણ વાહન થઈ ગયા છે એ રીતે ગણીએ તો બધા વાહનોના પેટ્રોલ-ડીઝલના ધુમાડાથી વાયુમાં ઝેરી તત્‍વો ફેલાઈ રહ્યા છે કે જે કેન્‍સર જેવી જીવલેણ બીમારીઓ લાવે છે. ૬૦% વાયુ પ્રદુષણ માં આ વાહનોનું અને ૩૫% ઉદ્યોગોનું કારણ હોય છે. વૈજ્ઞાનિક અભ્‍યાસ મુજબ મનુષ્‍ય એક દિવસમાં ૨૧,૬૦૦ વખત સરેરાશ શ્વસન કરે છે અને આ ક્રિયા માટે તેને ૧૬ કિલોગ્રામ ઓક્‍સિજન જોઈએ, જયારે તે દર મહિને એક ટન જેટલો કાર્બન ડાયોક્‍સાઇડ વાતાવરણમાં બહાર ફેકે છે. બીજી તરફ વાહનોમાં જોઈએ તો એક ગેલન એટલે કે ૩.૭૮૫ લીટર પેટ્રોલ ડીઝલ વપરાવાથી હવામાં ત્રણ પાઉન્‍ડ નાઈટ્રોજન ઓક્‍સાઈડ વાયુ ફેલાય છે આટલો વાયુ પાંચ લાખ ઘન ફૂટથી પણ વધારે પ્રમાણમાં હવાને પ્રદૂષિત કરે છે.

બે અભિશાપ

   શાષાોમાં  ભૂખ અને રોગને એ બંનેને અભિશાપ કહ્યા છે. આજે આપણે એ સાક્ષાત અનુભવી રહ્યા છીએ. શહેરના લોકોને આજે દ્યરનું ખાવાનું ભાવતું નથી અને બહાર હોટેલ રેસ્‍ટોરમાં લાંબી લાંબી લાઈનોમાં જમવાનું ફાવી ગયું છે. આ ભૂખ ભાંગવા જે ભોજન ખાય છે તે અનિવાર્યપણે રોગ લાવે જ છે. અથર્વવેદના નવમા કાંડમાં રોગ નિવારણના મંત્રો છે. અથર્વવેદ વિજ્ઞાનની વાત કહે છે. તે રોગ ઉત્‍પત્તિના આઠ કારણમાં વીષૈલું અન્ન, ૮૮ પ્રકારના કીટાણુ, હવા પાણી ઔષધીનો વિકાર, દેવપ્રકોપ,  ત્રિદોષની વિષમતા તથા આનુવંશિક અને ઋતુ પરિવર્તનને રોગના કારણ ગણાવ્‍યા છે .

ઉપાય શું?

ંંઆમ સમગ્રતયા વાયુ પ્રદુષણને કારણે માનવજાત ઉપર જે પ્રકોપ તોળાઈ રહ્યો છે તેના ઉપાય પણ અથર્વસંહિતામાં મળે છે .વાયુને શુદ્ધ કરવાનો સહેલો ઉપાય છે વનીકરણ. પ્રાકૃતિક સંતુલન માટે પૃથ્‍વી પર ભૂમિના ૩૩્રુ ભાગ ઉપર વન હોવા જરૂરી છે પરંતુ ,છે માત્ર ૧૯% અને હજુ વિકાસના નામે જંગલો સાફ થતા જાય છે. તો તે રોકાવું જોઈએ અને વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ. રાજકોટનું સદભાવના ટ્રસ્‍ટ અને મનસુખભાઈ સુવાગિયાનું ટ્રસ્‍ટ તેમજ બીજી દ્યણી સંસ્‍થાઓ સૌરાષ્ટ્રની ભૂમિને હરિયાળી બનાવી રહ્યા છે તે સર્વે ધન્‍યવાદને પાત્ર છે.

યજ્ઞોપચાર

ંબીજો ઉપચાર વેદોમાં બતાવે છે યજ્ઞોપચાર. યજ્ઞ દ્વારા વાયુને શુદ્ધ કરવાનું યજુર્વેદ ઋગ્‍વેદ અને અથર્વવેદમાં જણાવ્‍યું છે. રોગ નિવારણ માટે યજ્ઞ ચિકિત્‍સા પણ  બતાવવામાં આવી છે. અથર્વવેદના નવમાં કાંડમા જે રોગ નિવારણના મંત્રો આપ્‍યા છે તે  શરીર સ્‍વાસ્‍થ્‍ય માટે ખૂબ જ ઉપયોગી છે. આજે યોગની બોલબાલા છે અને આ યોગાભ્‍યાસની સાથે સાથે પતંજલિ યોગપીઠના બાબા રામદેવ મહારાજે યજ્ઞ ચિકિત્‍સાની શરૂઆત પણ કરાવી છે અને વ્‍યાપક પ્રમાણમાં હવન માટેની ઔષધ યુક્‍ત સામગ્રીઓ પણ સુલભ કરી બતાવી છે. રાજકોટ શહેરના દ્યણા યોગ વર્ગમાં યજ્ઞ ચિકિત્‍સાના સત્ર લેવામાં આવે છે. હમણાં જ બે દિવસ પહેલા રાજકોટના શાષાી મેદાનમાં ૧૦૦ કુંડીનો વિરાટ લક્ષ્મી  નૃસિંહ મહાયજ્ઞ યોજાઈ ગયો .એવી જ રીતે ગાંધીનગર પાસે લાકરોડા ગામે દર્શન યોગ ધામમાં યજ્ઞ ચિકિત્‍સા મહોત્‍સવનું ચાર દિવસનું આયોજન થયું છે. રાજકોટમાં આર્ય સમાજ મધ્‍ય દ્વારા દર ચારમાસે વર્ષની ત્રણેય ઋતુ પરિવર્તન સમયે પર્યાવરણ શુધ્‍ધિ  મહાયજ્ઞનું આયોજન થાય છે. એ ઉપરાંત દૈનિક વૈદિક યજ્ઞ પણ આર્ય સમાજમાં થતા રહે છે. સંક્ષિપ્તમાં કહીએ તો વિશાળ પાયે થતા વાયુ પ્રદુષણ સામે વ્‍યાપક રીતે વાયુશુદ્ધિના કાર્યક્રમો પણ થતા રહે એ જરૂરી છે. અને આપણે બધા વાયુ અશુદ્ધ કરીએ છીએ તો એ શુદ્ધ કરવાની જવાબદારી પણ આપણી છે એ ભૂલવું ન જોઈએ.

(3:58 PM IST)