<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

ચુંવાળીયા કોળી જ્ઞાતિના રવિવારે સમુહલગ્ન

રેસકોર્ષ મેદાનમાં આયોજનઃ રર નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે

 

રાજકોટ તા.૧૪: ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ રાજકોટ દ્વારા આગામી તા.૧૬ના રવિવારે ર૯માં સમુહલગ્નનું આયોજન કરાયું છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંતશ્રી વેલનાથ સમુહલગ્ન સમિતીની આગેવાનોએ જણાવ્‍યું હતુ કે તા.૧૬ના રવિવારે રેસકોર્ષ મેદાન, બહુમાળી ભવન સામે રાજકોટ ખાતે આયોજીત આ સમુહલગ્નમાં રર નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સવારે ૭ વાગ્‍યે જાન આગમન અને ૧૦ વાગ્‍યે હસ્‍તમેળાપનું મુર્હુત છે.

જેમા કન્‍યાઓને શુકનની વસ્‍તુઓ ઉપરાંત સોના, ચાંદી, કબાટ, બેડ, ગાદલા, વાસણો, ઘરવખરીની તમામ વસ્‍તુની ભેટ આપવામાં આવશે અને સંતો, મહાનુભાવો દ્વારા પ્રેરણાત્‍મક સંસ્‍કારનો કરીયાવર કરવામાં આવશે. સાથે સાથે ભાતીગળ સંસ્‍કૃતિના લગ્નગીતોની પરંપરાને ઉજાગર કરશે.

આ સમુહલગ્નમાં સંતશ્રી પ.પુ. રામદાસબાપુ, પ.પુ.સાયનાથબાપુ, શ્રી સુંદરનાથ બાપુ, શ્રી મનુભગત, શ્રી વાઘજીભગત તથા અધ્‍યક્ષસ્‍થાને શ્રી ધર્મેશભાઇ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) સમારોહના ઉદઘાટક ચંદુભાઇ સીહોરા, સાંસદ સુરેન્‍દ્રનગર ડો.મહેન્‍દ્ર મુંજપરા, પુર્વ કેન્‍દ્રીય મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, કેબીનેટ મંત્રી ગુજરાત સરકાર દેવજીભાઇ ફતેપરા પુર્વ સાંસદ, વિરજીભાઇ સનુરા (પુર્વ પ્રમુખ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ), બાબુભાઇ ઉધરેજા (પ્રમુખ ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ, રાજકોટ), દિનેશભાઇ મકવાણા ગુજરાત પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ, નટુભાઇ કુવરીયા પ્રદેશ ઉપપ્રમુખ ગુજ.ચુ.સમાજ, પરસોતમભાઇ સાબરીયા પુર્વધારાસભ્‍ય, પરસોતમભાઇ સોલંકી મંત્રી ગુજરાત સરકાર, રમેશજી ઠાકોર, અલ્‍પેશભાઇ ઠાકોર ધારાસભ્‍ય, શ્રીમતી નાયનાબેન ભરતભાઇ બાળોન્‍દ્રા રાજકોટ જીલ્લા પંચાયત દંડક, શ્રીમતી કંકુબેન ઉધરેજા કોર્પોરેટર, ભરતભાઇ ડાભી કારોબારી ચેરમેન તાલુકા પંચાયત, રાજકોટ, ભરતભાઇ બાળોન્‍દ્રા પુર્વ પ્રમુખ સમુહલગ્ન સમીતી, મનસુખભાઇ વાઘેલા, ઉપરાંત સમાજના સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ જયાબેન વાઘાણી, દિપકભાઇ બાબરીયા, મીહીરભાઇ સીતાપરા, દેવભાઇ કોરડીયા, જીજ્ઞેશભાઇ માનસુરીયા, નવીનભાઇ ઉકેડીયા વગેરે સન્‍માનીય દાતાઓ સમાજશ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે.

 કાર્યક્રમને સફળ બનાવવા સમુહલગ્ન સમીતીના પ્રમુખ પ્રતાપભાઇ રીબડીયા, મહામંત્રી ચેતનભાઇ માનસુરીયા, ખજાનચી જેન્‍તીભાઇ બોરીચા, ઇન્‍ચાર્જ ભરતભાઇ ડાભી, સહઇન્‍ચાર્જ વિજયભાઇ મેથાણીયા અને સમુહલગ્ન સમિતીના હોદેદારો જહેમત ઉઠાવી રહયાં છે. તેમ ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીગ રાજકોટના માનદમંત્રી લક્ષ્મણભાઇ વાવેસાની યાદીમાં જણાવે છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંતશ્રી વેલનાથ સમુહલગ્ન સમિતીના પ્રમુખ પ્રતાપભાઇ રીબડીયા, ખજાનચી જેન્‍તીભાઇ બોરીચા, ઇન્‍ચાર્જ ભરતભાઇ ડાભી, બ્રિજેશભાઇ આહુન્‍દ્રા, જીજ્ઞેશભાઇ માલકીયા, કુંવરજીભાઇ ભખોડીયા, વિજયભાઇ મેથાણીયા, દેવાંગભાઇ કુકાવા, નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:41 PM IST)