તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
રોટરી કલબ પ્રાઇમ દ્વારા રવિવારે નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ તા.૧૪: રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા વિવિધ શૈક્ષણીક અને મેડીકલ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ના રવિવારે મેગા બ્લડ ડોનેશન અને નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે સીવીલ હોસ્પિટલ દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે તા.૧૬ રવિવારે સવારે ૯:૩૦ થી ૧ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન તથા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે. આ મેડીકલ કેમ્પમાં ડો.વંદન કાનાબાર એમ.ડી.ફીઝીશ્યન, ડો.વિક્રમ ઉદાણી ડેન્ટીસ્ટ, ડો.ભાર્ગવ કાનાબાર ફીઝીયોથેરાપીસ્ટ, ડો.દિપન પટેલ હોમીયોપેથીક, સેવા આપશે.
આ કેમ્પ દરમ્યાન ફ્રી બીપી તથા ડાયાબીટીસનું ચેકઅપ કરી આપવામાં આવશે અને જરૂરીયાત દર્દીઓને ફ્રી દવાઓ પણ આપવામાં આવશે તથા એજયુકેશનના ભાગ રૂપે સ્પેલ બી કોમ્પીટીશનનું પણ આયોજન કરેલ છે. જેમાં વિવિધ સ્કુલના રપ૦ થી વધુ બાળકો ભાગ લેશે. આ કેમ્પમાં રોટરી પ્રાઇમના સભ્યો તથા તેમના પરીવારજનો, મીત્રો તથા સગા સ્નેહીઓનો સેવાભાવી જનતાને રકતદાન કરવાની અપીલ કરાઇ છે.
આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રોજેકટ ચેર, મેહુલ જામંગ, દર્શન વાઢેર, પ્રેસીડન્ટ કમલેશ કાનાબાર, સેક્રેટરી જેનીશ પડીયા, પાસ્ટ પ્રેસીડન્ટ વિશાલ સરવૈયા, કૃતાર્થ વોરા, નિહાર ચંદારાણા તેમજ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા દર્શન વાઢેર, કમલેશ કાનાબાર, મેહુલ પરમાર, વિશાલ સરવૈયા, શ્રેયાંશ મહેતા, કૃતાર્થ વોરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩પ.૧૦)
(2:55 PM IST)










