<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th February 2025

લાભુભાઇ ત્રિવેદી જન્‍મ શતાબ્‍દી અંતર્ગત રવિ-સોમ ‘નૃત્‍ય સંગમ-નૃત્‍યોત્‍સવ'

મહાત્‍માગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ૨૮ શાળા કોલેજના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરફોર્મ કરશે : કંકણ ગ્રુપના સોનલબેન સાગઠીયાના નૃત્‍ય નિર્દેશન હેઠળ ડાંગ, કેરાલા, ઓરીસ્‍સા, પંજાબ, મધ્‍યપ્રદેશ, ઝારનખંડ પ્રાંતના નૃત્‍યો રજુ થશે : હેમુગઢવી હોલમાં ત્રણ સેશનમાં બે દિવસીય આયોજન

રાજકોટ તા. ૧૪ : મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સંસ્‍થાના અદ્યાસ્‍થાપક ગુરૂ લાભુભાઇ ત્રિવેદી જન્‍મ શતાબ્‍દી ઉજવણી અંતર્ગત તા. ૧૬ ના નૃતય સંગમ - નૃત્‍યોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગણો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે શિક્ષણ સેવા જગતના ગુરૂ શ્રી લાભુભાઇ ત્રિવેદી, શ્રી રમેશભાઇ છાયા, શ્રી જયંતિભાઇ કુંડલિયા, શ્રી વિનોદભાઇ બુચ, અશ્વિનભાઇ મહેતાના દિવ્‍ય આશીર્વાદથી સંસ્‍થા હાલ મેનેજીંગ ટ્રસ્‍ટી મનખસુભાઇ જોષી, ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી, ધીરૂભાઇ ધાબલીયાના નેજા હેઠળ અવિરત શિક્ષણ પરબ ચલાવી રહેલ છે. ત્‍યારે સંસ્‍થાના આદ્યસ્‍થાપક શ્રી લાભુભાઇ ત્રિવેદીની જન્‍મ શતાબ્‍દી વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૧૬  અને ૧૭ ના રવિ-સોમ હેમુગઢવી નાટયગૃહ ખાતે ત્રણ સેશનમાં ‘નૃત્‍ય સંગમ-૨૦૨૫' નું આયોજન કરાયુ છે. પ્રથમ સેશન તા. ૧૬ ના રવિવારે રાત્રે ૯ વાગ્‍યે બીજુ સેશન તા. ૧૭ સોમવારે સવારે ૯ વાગ્‍યે અને ત્રીજુ સેશન તા. ૧૭ ના સોમવારે બપોરે ૩ વાગયે ગોઠવેલ છે.

સંસ્‍થાના બાલમંદિરના ભુલકાઓથી શરૂ કરી કોલેજના દીકરા દીકરીઓની આંતરીક કલાચેતનાને ઉજાગર કરવાના પ્રયાસરૂપે  યોજાયેલ આ નૃત્‍ય સંગમમાં માં સરસ્‍વતીની વંદના, બેંગાલી નૃત્‍ય ‘ઘુંનુંચી' તેમજ ભારતીય તહેવારો આધારીત નૃત્‍યો રજુ થશે. જેમાં પુરૂલિયા છાંઉનૃત્‍યનો પણ સમાવેશ થાય છે. તો સાથે ગુર્જરી સુગમ નૃત્‍ય ખલાસી છે અને સુફી નૃત્‍ય પણ છે. ભારતીય ઉત્‍સવ નૃત્‍ય છે ને થેય્‍યમ કાલીપટ્ટમ કેરા નૃત્‍ય પણ છે. ડાંગ પ્રદેશનું આદીવાસી નૃત્‍ય છે ને ઓરીસ્‍સાનું લોકનૃત્‍ય સાંબલપુરી પણ છે. અરેબીયન્‍સ ડાન્‍સ છે તો સાથે વેસ્‍ટર્ન ડાન્‍સ પણ છે. પંજાબી લોકનૃત્‍ય ભાંગડા, મધ્‍યપ્રદેશનું લોકનૃત્‍ય ‘બધાઇ' છે, તો ઝારખંડનું લોકનૃત્‍ય ‘કરમા નાચ' પણ છે.

આમ રંગબેરંગી વષાો, પાત્ર અનુરૂપ સાજસજજા અને અઢળક પ્રોપર્ટીઝ સાથે આપણી પરંપરા, લોકજીવન અને સંસ્‍કૃતનું અદલોઅદલ ચિત્ર આ ‘નૃત્‍ય સંગમ'માં રજુ થશે.

કાર્યક્રમમાં ટ્રસ્‍ટની ૨૮ સંસ્‍થાઓના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, નૃત્‍ય નિર્દેશિકા આંતરરાષ્‍ટ્રીય કલા સંસ્‍થા ‘કંકણ ગ્રુપ'ના સોનલબેન સાગઠીયાના માર્ગદર્શન હેઠળ નૃત્‍ય કલા રજુ કરશે. તેમના માર્ગદર્શન હેઠળ ૨૨ નૃત્‍ય નિર્દેશક જેમાં મુખ્‍ય ફિલ્‍મ અને આલ્‍બમ સોંગના કોરીયોગ્રાફર જયદીપ ટાટમીયા, જય ડાભી, ધનંજય પવાર, જીજ્ઞા વડગામા, સંદીપ ચૌહાણ અને તમામ સંસ્‍થાના આચાર્ય તથા કો-ઓર્ડીનેટર્સ સતત દોઢ માસથી અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે

કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે શહેરના પ્રતિષ્‍ઠિત આગેવાનો, રાજકીય આગેવાનો, આઇએઅસ અધિકારીઓ, ધારાસભ્‍યો, મ્‍યુ. કમિશ્‍નરશ્રી, કલેકટરશ્રી, સૌ. યુનિ.ના કુલપતિશ્રી, મેયરશ્રી, વિવિધ બેંકના હોદેદારો, શાળા કોલેજોના સંચાલકો, પ્રિન્‍સિપાલશ્રીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો બેક ટુ બેક સતત ત્રણ નૃત્‍યોત્‍સવ શો માં ઉપસ્‍થિત રહેશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ડો. યજ્ઞેશભાઇ જોષી, ડો. અજીતાબેન જાની, ડો. શૈલેષભાઇ સોજીત્રા, ડો. નીલુબેન લાલચંદાણી, તૃપ્‍તિબેન જોષી, માલતીબેન ચૌહાણ, ડો. પ્રિતીબેન ગણાત્રા, જાનકીબેન જોષી, પાયલબેન જોષી, ભાવનાબેન જોષી, મયુરીબેન ચુડાસમા, કૃપાલીબેન મકવાણા, લીનાબેન વ્‍યાસ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (

(2:56 PM IST)