તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
સજાના વોરન્ટમાં દોઢ માસથી ફરાર રાજુને કુવાડવા પોલીસે પકડયો
પ્રવિણભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષીની બાતમી પરથી નવાગામ આણંદપરના શખ્સને શોધી કઢાયો

રાજકોટ તા. ૧૪: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ટીમે સજાના વોરન્ટમાં દોઢ મહિનાથી ફરાર રાજુ લક્ષમણભાઇ ચાવડા (ઉ.વ.૪૨-રહે. ચામુંડા કૃપા, સોમનાથ રેસીડેન્સી સામે રંગીલા સોસાયટી નવાગામ પચાસ વારીયા)ને પકડી લઇ કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી. એએસઆઇ પ્રવિણભાઇ મકવાણા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને કુશલભાઇ જોષીની બાતમી પરથી રાજુને શોધી કાઢવામાં આવ્યો હતો. આ શખ્સ વિરૂધ્ધ એડી ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ એ. પી. ડેરની કોર્ટમાં ફોજદારી કેસ નોંધાયો હોઇ તેમાં સજાનું વોરન્ટ નીકળતાં તે ફરાર થઇ ગયો હતો. કુવાડવા પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જ.ે વરૂ, એએસઆઇ મોહીતભાઇ કુંભારવાડીયા, ખોડુભા જાડેજા, પી.આર. મકવાણા, હેડકોન્સ. વિક્રમભાઇ ગરચર, જયદિપભાઇ ધોળકીયા, ભાવેશભાઇ એમ. મકવાણા, ભાવેશભાઇ એચ. મકવાણા, કુશલભાઇ જોષી, સંજયભાઇ જાદવ, જયપાલભાઇ બરાળીયા, યશપાલસિંહ જાડેજા, ભરતભાઇ ઘેડ સહિતે કામગીરી કરી હતી.
(4:00 PM IST)










